________________ ~~~~~~~ ~~~~~~~~~~~~~~~~~~~~~ ~~~~~~~~ ~~~~ ~ ~ ~~~ ~ આદર્શ મુનિ ઉપદેશ કપ્રિયતાપૂર્ણ હોવા સાથે તેમાં સાર્વજનિક્તાને સંદેશ ખાસ કરીને હોય છે. જ્યારે મહારાજશ્રી પિતાનું વ્યાખ્યાન શરૂ કરવાને ઉપસ્થિત થાય છે, ત્યારે જનસમૂહ પિતાના હર્ષાતિરેકપૂર્વક જયઘોષણાઓ કરી ગગનમંડળને ગજાવી મૂકે છે. મહારાજશ્રી પિતાનું ભાવપૂર્ણ અને અર્થગંભીર ભાષણની શરૂઆત કરે છે ત્યાં તો જનસમૂહમાં એકદમ શાંતિ પથરાઈ જાય છે. મહારાજશ્રી ધર્મરૂપી રંગભૂમિના મહારથી છે. તેઓશ્રીની ગંભીર ગજેનાથી પાપીઓનાં દીલ કંપી ઉઠે છે. તેમની વાણીમાં સત્યતાને પ્રકાશ ઝળકી રહ્યા છે. મહારાજશ્રી જ્યાં બિરાજે છે ત્યાં ધર્મની પવિત્ર ધારા જોરથી વહ્યા કરે છે. અને દયાનો અગાધ મહાસાગર કલેલ કરતે ઉછાળા મારી રહ્યા હોય છે. મહારાજશ્રીના સમતા ભાવમાં અખંડ શાન્તિનું સામ્રાજ્ય પ્રવર્તતું હોય છે. જૈન, વૈષ્ણવ, મુસ્લીમ, કે ક્રિશ્ચિયન બે વર્ગ મહારાજશ્રીનાં ભાષણે અતિ આદર પૂર્વક શ્રવણ કરે છે. પછી ભલેને તે વખતે ગમે તેવું જરૂરનું કામ કરવા માટે મનુષ્ય તૈયાર થઈ ગયેલ હોય છતાં એક વખત તો મહારાજશ્રીનું વ્યાખ્યાન કાને પડતાં તે કેવળ સ્થિર થઈ જાય છે, તે એટલે સુધી કે, સ્થિર થઈ ગયા પછી પોતાનાં હૃદયમાં રમી રહેલાં કાર્યનું મહત્ત્વ વિસરી જઈને વ્યાખ્યાનના સમય સુધી તે ત્યાંથી ખસ્યા વગર બીજા કામે વળગવાનું માંડી વાળે છે. મહારાજશ્રીનાં મહત્વપૂર્ણ ભાષણ સાંભળીને જનસમૂહેશે શું લાભ ઉઠાવ્યું તેમજ કઈ ખરાબ રૂઢિઓને તિલાંજલિ આપી એ હકીક્ત ઉદયપૂરને જનસમૂહ સારી રીતે જાણતો હોવાથી આ પ્રસંગે તેનું વર્ણન કરવું અસ્થાને છે. જે દિવસે દરમ્યાન મહારાજશ્રી જનસમૂહને પિતાની