________________ 20 >આદર્શ યુનિ. રસિક વાણીને રસાસ્વાદ કરાવી રહ્યા હતા તે દિવસેમાં તેમની પ્રશંસા બધા સ્ત્રી-પુરૂની હૃદયરૂપ મંદિરમાં રમી રહી હતી. મહારાજશ્રી સંબંધી આવી અભુત પ્રસિદ્ધિ ધીરે ધીરે હિંદુકુલાવર્તસ હિઝ હાયનેસ મહારાજાધિરાજ મહારાણા સાહેબ શ્રીમાન સર ફતેહસિંહજી સાહેબ બહાદૂર જી. સી. એસ. આઈ., જી. સી. આઈ. ઈ., જી. સી. વી એ. મહારાણા ઑફ ઉદેપુર તેમજ તેમના સુપુત્ર સ્વનામ ધન્ય શ્રીમંત યુવરાજમહારાજ કુમાર સાહેબ સર ભૂપાલસિંહજી સાહેબ બહાદૂર, કે. સી આઈ. ઈ. ના કાન સુધી પણ પહોંચી ગઈ ત્યારે મહારાજ કુમારસાહેબે ડોડીવાલા મહેતાસાહેબ સ્વનામધન્ય શ્રીમાન મદનસિંહજી મહોદય અને કોઠારી સાહેબ શ્રીમાન રંગલાલજી અને તેમના પુત્ર સ્વનામધન્ય શ્રીમાન્ કાફલાલજી મહોદય વગેરે ઉચ્ચ પદાધિકારીઓ દ્વારા મહારાજશ્રી પાસે સંદેશો મોકલ્યો કે, “મહારાજશ્રી સમેરમાં પધારીને દર્શન આપે” એ સંદેશ મળતાં મહારાજશ્રી તા. 16-1-26 ને રેજ સજ્જન નિવાસ ઉદ્યાનના ‘સમર નામના મહેલમાં પધાર્યા. પ્રાચીન ત્રાષિ-મુનિઓની માફક યુવરાજ મહારાજ કુમાર સાહેબે શ્રધ્ધા અને ભક્તિપૂર્વક મહારાજશ્રીનું સ્વાગત કર્યું. આસન લીધા પછી મહારાજશ્રીને કુમારસાહેબે પ્રશ્ન કર્યો કે “મહારાજશ્રી, આપ! અહિં ક્યારે પધાર્યા?” તેના જવાબમાં મહારાજશ્રીએ કહ્યું કે, “આપના શહેરમાં તા. ૩૧-૧૨-૧૯૨૫ને રેજ આગમન થયું છે. ત્યાર પછી મહારાજશ્રીએ ઉપદેશ દેવા શરૂ કર્યો.