________________ 288 > આદર્શ મુનિ ત્યાંથી આગળ વધીને મહારાજશ્રી સહાડા, પરાસોલી, પિટલા તથા રેલમગરા વગેરેના તદન ભદ્રિક જીવને પોતાના ઉપદેશ દ્વારા લાભ દેતા નાથદ્વારા પહોંચ્યા. પરાસલીમાં એક ક્ષત્રિય મદિરા ને માંસ હમેશને માટે છેડયું. પિટલાના રેગરો અને મીઓએ મદિરા તથા માંસથી હમેશને માટે મોટું મરડ્યું હતું. એવી રીતે રેલમગરાના ખેમજી, કિસનજી, તિલક, ઘીસાજી, બરદાજી વગેરે સાઠેક ઘરવાળાઓએ મદિરાપાનને ત્યાગ કરીને જૈનધર્મના સિદ્ધાંત તરફ પિતાને પૂજ્યભાવ પ્રદર્શિત કર્યો હતો. નાથદ્વારામાં મહારાજશ્રીના સાર્વજનિક ઉપદેશથી રહિમ બશ ચુડગર કે જે લેટની ઘંટી લાવવાને વિચાર કરતા હતો તેણે મહારાજશ્રીના ઉપદેશથી પિતાના મનને વિચાર પડતો મૂકી ઘંટી ન લાવવાની પ્રતિજ્ઞા કરી. આજ ઠેકાણે ઉદેપુરના શ્રાવકે આવ્યા, અને તેમણે ઉદેપુર પધારવાની વિનંતિ કરી. મહારાજશ્રી ત્યાંથી વિહાર કરીને દેલવાડા પધાર્યા ત્યાં પણ ઉદેપુરને શ્રાવકગણ આવી પહોંચ્યા, અને ઉદેપુર લઈ જવાને ભારે આગ્રહ કર્યો. ઉદેપુર નિવાસી શ્રાવક વર્ગની વિનંતિને સ્વીકાર કરીને મહારાજશ્રીએ પોતાની અસીમ તેમજ અવિરત પરેપકારની નદી વહેવરાવતા તા. ૩૧-૧૨-૨પને રેજ પિતાના શિષ્ય પરિવાર સહિત ઉદયપુર નગરમાં પ્રવેશ કર્યો. ત્યારે સમગ્ર જનસમૂહ (શું જૈન કે જૈનેતર) લાંબા વખતથી મહારાજશ્રીને ઉપદેશ સાંભળવાને આતુર થઈ રહ્યા હતે. મહારાજશ્રીના ઉપદેશ સાંભળવાને જનસમૂહ જે પ્રબળ આતુરતા ધરાવે છે તેનું કારણ એ છે કે હરહમેશ તેઓશ્રીને