________________ આદર્શ મુનિ. 287 શ્રદ્ધાળુ શ્રાવક ગણે આગલા ગામ સુધી મહારાજશ્રીને છેડે મૂકે નહિ એટલે આખરે મહારાજશ્રીને બદનાર પધારવું પડ્યું. ત્યાં સરકારી સ્કૂલમાં ઉતારે કર્યો. વ્યાખ્યાન સાંભળવા માટે જૈન-જૈનેતર બધો વર્ગ આવતો હતો. મહારાજશ્રીના ઉપદેશથી જીવનખાં મુસલમાને અને જોધા ખાટકીએ જીવનપર્યત જીવહિંસા તથા માંસભક્ષણ નહિ કરવાની પ્રતિજ્ઞા લીધી. ત્યાંથી મહારાજશ્રી વિહાર કરીને આસીદ પધાર્યા. ત્યાં પણ મહારાજશ્રીના ઉપદેશથી કેટલાય મુસલમાનોએ જીવહિંસા નહિ કરવાની તથા માંસ ભક્ષણ તજવાની પ્રતિજ્ઞાઓ કરી હતી. ત્યાંથી વિહાર કરીને મહારાજશ્રી કેસીથલ પધાર્યા. ત્યાં નાથદ્વારાનો શ્રાવકવર્ગ અને ગંગાપુરથી જેન મોચીઓ આવ્યા. તેઓએ મહારાજશ્રીને વિનયપૂર્વક કહ્યું કે, “ધર્મ માર્ગથી ભૂલા ભટકતા એવા અમને જ્યારથી આપે જેન ધર્મની દીક્ષા આપી ત્યારથી આપે બતાવેલા સિદ્ધાંતનું અમે બરાબર પાલન કરતા રહ્યા છીએ, પરંતુ અમને દીક્ષા આપ્યા પછી એક વખત પણ આપ સાહેબે અમારાં ગંગાપુર ગામને પાવન કર્યું નથી. માટે અજ્ઞાની એવા અમારી પ્રાર્થનાનો આ વખતે તો આપશ્રી જરૂર સ્વીકાર કરે.” એવા પ્રકારને તેમને દઢ આગ્રહ જઈને મહારાજશ્રી ગંગાપુર પધાર્યા. ત્યાં જૈન તેમજ માહેશ્વરી ભાઈઓએ વ્યાખ્યાનમાં હાજર રહીને પિતાનો સદ્ભાવ પ્રદશિત કર્યો. માહેશ્વરી ભાઈઓની ભક્તિ તે એટલી હદ સુધીની હતી કે જ્યાં સુધી મહારાજશ્રીને પૂરેપૂરી ગોચરી મળતી નહિ ત્યાં સુધી બરાબર મહારાજશ્રીની સાથે જ રહેતા અને પિતે પણ ભજન કરતા નહિ!