________________ > આદર્શ મુનિ. કરી પાછા ફર્યા. મહારાજશ્રી ત્યાંથી વિહાર કરી આનંદપુર (ક) પુષ્કર થઈ અજમેર પધાર્યા. ત્યાં એક જાહેર વ્યાખ્યાન આપ્યું, તેમાં શ્રોતાઓની જબરદસ્ત મેદની જામી હતી. સાહેબજાદા અબ્દુલવાહીદખાં સાહેબ ડિસ્ટ્રીકટ સેશન જજ અજમેર, રાયસાહેબ મુનશી હરવિલાસજી શારદા, રિટાયર્ડ જજ અજમેર અને મેમ્બર લેજીસ્લેટિવ એપ્લી , મુનશી શિવચરણદાસજી જજ ખફીફા કોટ અજમેર, ઈત્યાદિ રાજ્ય કર્મચારીઓ પણ સારી સંખ્યામાં વ્યાખ્યાનને લાભ લેતા હતા. ભાષણ સમાપ્ત થતાં સાહેબજાદા અબદુલવાહિદખાં સાહેબે વ્યાખ્યાનની પારાવાર પ્રશંસા કરતાં જણાવ્યું કે જે મને આગળથી ખબર હેત તે વારંવાર જરૂર આવતે હેત વિગેરે. ચાતુર્માસના દિવસે સમીપ આવતા હતા. તેથી જોધપુરથી ચાતુર્માસની સ્વીકૃતિ માટે તાર તથા પત્રે આવતા હતા. જયપુરના શ્રાવકે આવીને તેને માટે વિનવી રહ્યા હતા. તથા ખ્યાવર શ્રીસંઘ તે પહેલાં જ આવી ગયું હતું. જયપુર તથા જોધપુરને નકારાત્મક ઉત્તર વાળ્યે, અને વ્યાવર શ્રીસંઘની વિજ્ઞપ્તિનો સ્વીકાર કરવામાં આવ્યું. . આ સ્થળે એ જણાવવું અનુચિત નહિ ગણાય કે કેટાના સંપ્રદાયના શ્રીમાન પંડિત મુનિશ્રી રામકુંવારજી મહારાજ તથા તેમના શિષ્ય સમુદાયના હૃદયમાં ઘણું લાંબા કાળથી એ ભાવના હતી કે શ્રીમાન પ્રસિદ્ધવક્તા પંડિત મુનિશ્રી ચૈથમલજી મહારાજ સાહેબની સેવામાં ચાતુર્માસ કરી જ્ઞાન ધ્યાનને અધિક લાભ મેળવો. જ્યારે ઈન્દરમાં તેમને મહારાજશ્રી અજમેર પધાર્યાના સમાચાર મળ્યા ત્યારે, તેઓ પિતાના શિષ્યસમૂહ સહિત શીધ્રગતિથી વિહાર કરી