________________ આદર્શ મુનિ. અજમેર પધાર્યા. ઈચ્છાનુકુલ અવસર જે મહારાજશ્રીએ તેમને જણાવ્યું કે અમે ચાતુર્માસ માટે ખ્યાવરના આમંત્રણને સ્વીકાર કર્યો છે. તેથી આપ પણ આપના ચાતુર્માસ ત્યાં કરવાને રવીકાર કરો તે જ્ઞાન ધ્યાનની વિશેષ વૃદ્ધિ થવાનો સંભવ છે. આ સાંભળી મુનિશ્રી રામકુંવારજી મહારાજે સહર્ષ પ્રત્યુત્તર આપ્યું કે અમારા હૃદયમાં ઘણુજ સમયથી આજ અભિલાષા છે. અને જ્યારે આ શુભ અવસર પ્રાપ્ત થયું છે ત્યારે અમારી વૃત્તિ પણ આપની સેવામાં રહી ખ્યાવર ચાતુર્માસ કરવાની છે. અહીંથી મુનિશ્રી રામકુંવારજી મહારાજ આપણું ચરિત્રનાયકજીની સાથેજ વિહાર કરવા લાગ્યા. ત્યાંથી વિહાર કરી મહારાજશ્રીએ શહેરની બહાર શ્રીમાન રઘુનાથપ્રસાદજી વકીલ બી. એ. એલ. એલ. બી.ના બંગલામાં ઉતારે કર્યો અને ત્યાં બે વ્યાખ્યાન આપ્યાં. નસીરાબાદથી દિગમ્બર સંપ્રદાયવાળા શ્રીમાન ઘીસૂલાલજી, મહારાજશ્રી અજમેરમાં વિરાજે છે, એવા સમાચાર જાણે એકાએક દર્શનાર્થે આવ્યા, અને મહારાજશ્રીને નસીરાબાદ પધારવાની અત્યંત આગ્રહપૂર્વક આજીજી કરી. ઉત્તરમાં “અવસર” કહી મહારાજશ્રી કિશનગઢ પધાર્યા. ત્યાં પણ લેકેએ સારી સંખ્યામાં વ્યાખ્યાન શ્રવણનો લાભ લીધે. શ્રીમાન હિઝ હાયનેસ, ઉમદરાજાટ્ટી બેલન્દમકાં લેફટનેન્ટ કર્નલ મહારાજાધિરાજ સર મદનસિંહજી બહાદુર કે. સી. એસ. આઈ. કે. સી. આઈ. ઈ., કિશનગઢ નરેશે પિતાના રાજ્ય કાર્યભારીઓ સહ વ્યાખ્યાનનો લાભ મેળવવા મહારાજશ્રીની સેવામાં સંદેશ કર્યો. પરંતુ અણચિંતવ્ય કાર્યવશાત મહારાજા સાહેબને એકાએક મુંબઈ