________________ આદર્શ મુનિ. 270 સઘળા મુકતકંઠે મહારાજશ્રીની પ્રશંસા કરવા લાગ્યા. ત્યારપછી ત્યાંથી વિહાર કરી વિશલપુર, બિલાડે થઈ ખ્યાવર પધાર્યા. ત્યાં-કેસિથલ નિવાસી સ્વર્ગસ્થ શ્રીમાન શેડ જવારમલજી કે ઠારીના પુત્ર ધ્યાનચંદજી તથા તેમના લઘુબંધુ વક્તાવરમલજી તથા તેમનાં માતા કંકુબાઈ-એ ત્રણે માતા પુત્ર દીક્ષા મુમુક્ષુ હતાં. તેથી ખ્યાવર શ્રીસંઘે ફાળુન સુદ 3 નું મુહૂર્ત નક્કી કરી ગામેગામ આમંત્રણ પત્રિકાઓ મેલી દીધી. શ્રીસંઘે ખૂબ ધામધુમથી ત્રણે જણની દીક્ષાને ઉત્સવ શ્રીમતી મહાસતિ ધાપૂજી મહારાજના આશરામાં રહ્યાં. દીક્ષા મહોત્સવમાં ખૂબ આનંદ લુંટાયો. એ દિવસમાં ત્યાં ખંડેલવાલ જૈન મહાસભાનું અધિવેશન તથા ભારતવર્ષીય દિ. જૈન મહાસભાનું વાર્ષિક અધિવેશન હતું. તે વખતે બહારગામથી દિગમ્બર જૈનો મેટી સંખ્યામાં આવ્યા હતા. ઈન્દર નિવાસી દાનવીર રાયબહાદુર શ્રીમાન શેઠ કલ્યાણમલજી ખંડેલવાલ જૈન મહાસભાના અધિવેશનના પ્રમુખ હતા. ઉજ્જૈનવાળા શ્રીમાન શેઠ કલ્યાણમલજી તથા શેઠ રિખબદાસજી અને મન્દસૈારવાળા શ્રીમાન શેઠ ભયા સાહેબ પણ એ અધિવેશનમાં આવ્યા હતા. ઉપરોક્ત સભાપતિ મહાશય તથા મહાનુભા ને મહારાજશ્રી ત્યાંજ બિરાજે છે, એવા સમાચાર મળતાં તેઓ સઘળા તેમનાં દર્શનાર્થે રાયલીના કંપાઉન્ડમાં આવ્યા, પરંતુ તે વખતે મહારાજશ્રી ત્યાં ન હતા. તેઓ તો નવ દીક્ષિત શિષ્યની દીક્ષાને લીધે દાનવીર રાયબહાદુર શ્રીમાન શેઠ કુંદનમલજી કોઠારી (જૈસલમેરી)ના બંગલામાં વિરાજતા હતા, તેથી તેમને દર્શન લાભ ન મળે. માત્ર શિષ્યગણના દર્શન