________________ આદર્શ મુનિ = 240 રાજાઓ જ્ઞાની થતા ત્યારે આ અસાર સંસારને દુઃખમય તથા અશાન્તિનું કેન્દ્ર માની તેને ત્યાગ કરતા અને વૈરાગ્ય ધારણ કરતા. અમારા ધર્મમાં આવા કેટલાય નરેશેનાં વર્ણન આવે છે. તેમાંથી આપને અનાથી મુનિનું વર્ણન સંભળાવું છું. રાજગૃહી નગરીના શ્રેણિક રાજાને મણ્ડિતકુક્ષિ નામને એક બાગ હતો. નવીન પ્રકારનાં વૃક્ષે તથા લતા-મંડપોની સુવ્યવસ્થાને લીધે તેની શોભા અનુપમ લાગતી હતી. એક વખતે શ્રેણિક રાજા પોતાનાં સિન્ય સાથે મડિતકુક્ષિ બગીચા તરફ ગયે. તેમાં પ્રવેશ કરતાં વેંતજ રાજાની દૃષ્ટિ છેડે દૂર આવેલાં એક વૃક્ષ ઉપર પડી. તેની નીચે તેણે એક તેજસ્વી આકૃતિ જોઈ. એ કોણ હશે ? તે જાણવાને માટે તે તે તરફ ગયો. જેમ જેમ આગળ વધતો ગયો તેમ તેમ રાજાનાં મનમાં સંદેહ વધતો ગયો, પહેલાં તેનાં મનમાં કલ્પના થઈ કે આ દિવ્ય આકૃતિ કઈ વસ્તુની છે, પરંતુ સમીપ જતાં માલુમ પડ્યું કે એ તો અલૈકિક સિદર્યધારી સજીવ મનુષ્ય હતું. અહે! તેનું મુખમંડળ કેવું આકર્ષક છે! શરીરનું તેજ કેવું ઝળહળીત છે! અને નેત્ર કેવાં મનહર છે! તેનાં અર્ધચંદ્રાકાર કપિલ જેનારને વિસ્મય પમાડે એવાં છે. તેને ઘાટ પણ સુંદર છે એટલું જ નહિ, પરંતુ, “માતિ કુળનું થતિ” મુજબ તેમાં ગુણ પણ એવાજ દૃષ્ટિગોચર થાય છે. તેનું શાન્ત સ્વરૂપ જોતાંજ શ્રેષ્ઠતાને ભાસ થાય છે. પરંતુ આ વ્યક્તિ છે કે શરીર પર ફાટ ફાટ થતું યાવન ઝળકી રહ્યું છે, છતાં તેની પાસે સાંસારિક સુખેપગની કઈ પણ પ્રકારની સામગ્રી કેમ નથી? તેની પાસે વસ્ત્રાભૂષણ, નેકર, ચાકર, વાહન ઈત્યાદિ કંઈ પણ નજરે પડતું નથી. શું ત્યારે તેની સ્થિતિ