________________ 248 > આદર્શ મુનિ * ત્યારબાદ પ્રભુ ફરતા ફરતા ધનાવહ શેઠને ત્યાં આવી પહોંચ્યા. સાક્ષાત ભગવાનને અતિથિરૂપે આવ્યા જોઈ ચંદનબાલા અતિશય પ્રસન્ન થઈ અને ભિક્ષા માટે વિજ્ઞપ્તિ કરવા લાગી. અહીં પ્રતિજ્ઞા મુજબની બીજી સઘળી બાબતે હતી, પરંતુ તેમાંની એક શરતની કમી હતી. તે એ કે ચંદનબાલાના નેત્રમાંથી અશ્રુધારા વહેતી નહતી. તેથી પ્રભુએ ભજનને સ્વીકાર ન કરતાં પાછા જવા માંડ્યું, પિતાને ઘેર આવેલા અતિથિને, અરે નહિ, નહિ, ભગવાન ભિક્ષા લીધા સિવાય પાછા ફરતા જોઈ ચંદનબાલાને અસહ્ય લાગ્યું. તેની આંખમાં અશ્રુ ભરાઈ આવ્યાં, અને તે રડવા લાગી. પછી શું જોઈએ? કમી તે આ શરત એકલીજ હતી. બીજી બધી તે પહેલેથી અનુકુળ હતી. ભગવાન પિતાની ભાવના સર્વાગ પાર પડતી જોઈ, પાછા ફર્યા, અને શિક્ષાને સ્વીકાર કર્યો. આ જોઈ ચંદનબાલાના આનંદની અવધિ ન રહી. આ સમયે આકાશ મંડળમાં દેવતાઓએ દુંદુભી નાદ કર્યા અને સુવર્ણ વૃષ્ટિ થઈ. ધનાવહ શેઠના ઘરમાં આનદૈત્સવ થવા લાગ્યું. રાજા શતાનિક પિતાના મંત્રી તથા પરિવાર સહિત ત્યાં આવ્યું. સઘળાંએ ભગવાનને વંદના કરી. ત્યારબાદ પાંચ માસ અને પચીસ દિવસ પછી પારણું કરી ભગવાને ત્યાંથી વિહાર કર્યો. રાજા શતાનિકે દેવતાઓએ વૃષ્ટિ કરેલું સુવર્ણ ચંદનબાલાને સેંપી દીધું, અને પછી પિતાને રહેઠાણ ગયા. ત્યારબાદ મહાવીર સ્વામીને જ્યારે કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું ત્યારે ચંદનબાલાએ તેમની પાસે દીક્ષા લીધી અને સાધ્વી બની પિતાના જીવનને સાર્થક કર્યું. હે રાજન! આપનામાં પણ પહેલાં જ્યારે રજપૂત