________________ આદર્શ મુનિ 27 સમયે કઈ મુનિ મહારાજ આવે તે તેમને સત્કાર કરી, મારા વ્રતનું પાલન કરૂં ." न वै स्वयं तदनीयादतिथि यन्न भोजयेत् / धन्यं यशस्यमायुष्यं स्वर्यम् चातिथि भोजनम् // ધર્મશાસ્ત્રને આ આદેશ ચંદનબાલાના હૃદયમાં ઘર કરી બેઠે હતું, તેથી તેના હૃદયમાં આવી ઉચ્ચ ભાવનાઓને ઉદય થતું હતું. આજ સમયે એક વિચિત્ર ઘટના બની. શ્રીમાન મહાવીર સ્વામી અહીં ભિક્ષાર્થે આવી પહોંચ્યા. તેમણે એવી પ્રતિજ્ઞા કરી હતી કે “આજે હું તે સ્ત્રી પાસે ભિક્ષા ગ્રહણ કરીશ કે જે રાજપુત્રી હોવા છતાં દાસીપદે આરૂઢી હશે, માથાનું મુંડન કરાવ્યું હશે, પગમાં બંધન પડયાં હશે, અને આંખમાં અશ્રુધારા વહેતી હશે, વળી ભિક્ષાને સમય વહી જતાં અડદનું કઠેર મળશે તે તે ભિક્ષા પણ ગ્રહણ કરીશ.” આવી ભાવનાથી વીર પ્રભુ વૈશામ્બી નગરીના મંત્રીની સુશ્રાવિકા ધર્મશાલિની પત્ની નંદાને આવાસ ભિક્ષાર્થે આવ્યા. પરંતુ અહીં પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ થવાનો સંભવ નહતો. આથી આહારને સ્વીકાર ન કર્યો, તેથી નંદા ઉદાસ થઈ, અને કૌશામ્બીના રાજાની મહારાણું મૃગાવતીની પાસે જઈ પ્રભુના આગમનને તથા આહારનો અસ્વીકાર કર્યાને વૃત્તાન્ત કહ્યો. તેથી મૃગાવતીએ પ્રભુને ભિક્ષા માટે નિમંત્ર્યા, છતાં ત્યાં પણ પોતાની ભાવના સફળ થવાનાં ચિહનો ન જોતાં આહારને સ્વીકાર ન કર્યો. મહારાણી મૃગાવતી તથા સુશ્રાવિકા નંદાએ પ્રભુને આહાર ન સ્વીકારવાનું કારણ પૂછ્યું, તે પ્રભુએ તેમની ચિંતાનું નિવારણ કર્યું.