________________ 246 - આદર્શ મુનિ. બેઠે. એટલામાં એક વૃદ્ધ પાડેશણે આવી શેઠને કહ્યું, “તમે ઘરમાં શું શું છે? તમારી સ્ત્રીએ જેના ઉપર પહેલેથી શ્રેષ હતું, તેને બાંધીને છુપાવી રાખી છે.” પાડે શણનાં વચન સાંભળી ધનાવહ વ્યાકુળ થયે. તેથી તેણે ઘરમાંના મેટા મેટા ખંડેનાં તાળાં ખેલી તપાસ કરવી શરૂ કરી. એમ કરતાં પેલી કોટડી કે જેમાં ચંદનબાલા નીચું મુખ રાખીને વિચાર મગ્નાવસ્થામાં બેઠી હતી, ત્યાં આવી પહોંચ્યા. પિતાની પ્રાપ્રિય પુત્રીની આવી દુર્દશા તે જોઈ શક્યું નહિ, તેથી તે જ ક્ષણે તેને બહાર લાવ્ય. ચંદનબાલા પંચ પરમેષ્ઠી નમસ્કાર રૂપ નવકાર મંત્ર જાપ જપતાં સમાધિસ્થ થઈ હતી. ધનાવહે તેને સચેત કરી, તેની આ દુર્દશાનું કારણ પૂછયું. ચંદનબાલાને ત્રણ દિવસના ઉપવાસ હતા, અને શરીર ક્ષીણ થઈ ગયું હતું, તેથી તે સ્પષ્ટ બેલી શકી નહિ. પરંતુ મસ્તક ઉપર હાથ મૂકી સંકેતથી જણાવ્યું કે “ભાગ્યની માયા.” દુઃખ અને ગ્લાનિના સમુદ્રમાં ડુબેલે ધનાવહ તેને બહાર લાવ્યું, પરંતુ દુષ્ટ મૂલા બધાં બારણાં બંધ કરી. બહાર ચાલી ગઈ હતી. ધનાવહ સીડીઓથી નીચે ઉતરી આંગણામાં આવ્યા અને એક વૃદ્ધ દાસીને ખાવાનું લાવવાની આજ્ઞા કરી. આ સાંભળી દાસીએ કહ્યું. “અત્યારે કંઈ ખાવાનું હશે નહિ, પરંતુ ડુંક અડદનું કઠેર છે, તે જે આજ્ઞા હોય તે લઈ આવું.” ધનાવહે કહ્યું, “લઈ આવ.” તેથી તે એક વાસણમાં છેડે રાંધેલા અડદ લાવી. ધનાવહે તે ચંદનબાલાને ખાવાને આપ્યા. આજે અષ્ટમીનું પારણું હતું, તેથી પારણું કરવા તેણે આ ભજનનો સ્વીકાર કર્યો. પરંતુ તે ભજનને ઉપગમાં લેતા પહેલાં તેણે એવી ભાવના પ્રદર્શિત કરી કે “જે આ