________________ 14 11^^^^^^^^^^^^ ^^^^^^^^^^^ ^^^^^^^^^^^^^^^^^ ^^^^^^^^?' 250 >આદર્શ મુનિ. આવી હશે? પરંતુ એ સંભવિત નથી લાગતું. તેનાં મસ્તક ઉપરનાં તેજ ઉપરથી તે તે કઇ ભાગ્યશાળી પુરૂષ હોય એમ લાગે છે. અને તેથી આ અવસ્થામાં તે સંપત્તિશાળી હોય તે નિર્વિવાદ છે. તે શું એ સંપત્તિનો તેણે ત્યાગ કર્યો હશે? જો તેમ કર્યું હોય તો શા માટે? આ પ્રમાણે એક પછી એક એવા અનેક પ્રશ્ન રાજાના મનમાં ઉપસ્થિત થયા. તેનું સ્પષ્ટીકરણ કરનાર તેની પાસે અત્યારે કે ઈ માનવી ન હતું. તેથી તે જાતે પોતાનાં વાડનથી નીચે ઉતરી પેલા દિવ્ય સ્વરૂપધારી પુરુષ પાસે ગયે. ત્યાગી પુરૂષનું સન્માન શી રીતે કરવું જોઈએ. તેનાથી રાજા વાકેફ હેવાથી તેણે બે હાથ જોડી મસ્તક નમાવ્યું, અને ઘટતો શિષ્ટાચાર કરી, પેલા ત્યાગી યુવાનનું ધ્યાન પોતાની તરફ ખેંચવા માટે તેની સાથે વાર્તાલાપ શરૂ કર્યો. પેલી ભવ્યાકૃતિધારી વ્યક્તિ બીજી કેઈ નહતી પરંતુ એક પંચવ્રતધારી મુનિ હતા. તે વૃક્ષની નીચે આસન જમાવી, શાન્તિપૂર્વક, સમાધિ દશામાં લીન થઈ ગયા હતા. રાજાએ પ્રશ્નારંભ કરતાંજ મુનિએ પણ પિતાનું ધ્યાન તે તરફ ખેંચીને વાતચિત કરવી શરૂ કરી. રાજાએ પૂછ્યું, “આપની આ તરૂણાવસ્થામાં ગૃહસ્થાશ્રમને આપે કેમ ત્યાગ કર્યો? શું આપના ઉપર કંઈ વિશેષ દુઃખ કે વિપત્તિ પડયાં કે કેઈની સાથે ટટફિસાદ થયાં ?" મુનિએ પ્રત્યુત્તર આયે, “હે રાજન! નથી મારે માથે દુઃખ કે આપત્તિ આવી પડયાં, કે નથી ટટફિસાદ થયાં. ગૃહસ્થાશ્રમ ત્યજવાનું એકજ કારણ છે અને તે મારૂં નિરાધારપણું. એટલે કે મારૂં કેઈ સહાયક, શિરછત્ર કે સંરક્ષક નહતું. તેથી મને ગૃહસ્થાશ્રમમાં રહેવાનું ઉચિત લાગ્યું નહિ.”