________________ -> આદર્શ મુનિ. ભંગ કદાપિ થવા દેવો નહિ, એવો પતિવ્રતાનો અચળ નિશ્ચય હોય છે.” પિતાના શિયળની રક્ષા કરવા માટે ધારિણીએ સુભટને બહુ બહુ સમજાવ્યો. ધવશ થઈ કેટલાંક કટુ વેણ પણ કહ્યાં, છતાં કામાંધ સુભટ પીગળે નહિ; અને અયોગ્ય વ્યવહાર કરવા માટે પિતાને હાથ રાણી તરફ લંબાવ્યો. કેઈપણ રીતે પિતાના શીલનો બચાવ થઈ શકે એમ નથી, એ જોઈ રાણી ધારિણુએ મૃત્યુદેવ યમરાજાને પોતાની સહાયે બોલાવ્યા અને આત્મહત્યા કરી પિતાના અનુપમ શીલનું સંરક્ષણ કર્યું. પિતાના શિયળના સંરક્ષણ માટે પોતાના પ્રાણની પણ પરવા ન કરવી, એ તે સતીઓને માટે રાજમાર્ગ થઈ પડે છે. આ ઘટનાથી કામાંધ સુભટ હાથ ઘસતા રહ્યા અને માતા વિહેણી કન્યા વસુમતી પારાવાર દુઃખી થઈ માતૃસ્નેહ તથા વાત્સલ્યને લીધે આ સ્થળે વસુમતી હૃદયભેદક સ્વરે વિલાપ કરવા લાગી. આવા કરૂણ આકંદ તથા આ શેકજનક ઘટનાથી સુભટનું પાષાણ હૃદય પણ મીણની માફક પીગળવા લાગ્યું. અને તેથી વસુમતીને હિંમત આપી કહેવા લાગ્ય–“વસુમતી! વ્યાકુળ શા માટે થાય છે? આ રૂદન અને શોકને છોડી દે. હું તારી સાથે મારી પુત્રી અગર સગી બહેનની માફક વતીશ.” સુભટનાં આ વાકયે સાંભળી તથા જ્ઞાનદૃષ્ટિથી શેકને ત્યાગી વસુમતીએ સુભટ સાથે પ્રયાણ કર્યું. સુભટે રાણી ધારિણીના મૃતદેહ ઉપરથી આભૂષણે ઉતારી લીધાં, અને તેના શબને રથમાંથી નીચે ફેંકી દીધું. પછીથી રથ હાંકી વસુમતીને પિતાને ઘેર લઈ આવ્યું. . એક સુંદર કન્યાને સાથે લઈ પિતાના પતિને આવતા