________________ આદર્શ મુનિ 241 જેઈસુભટ પત્ની અત્યંત ક્રોધાયમાન થઈ પિતાના મેંમાંથી જેમ આવે તેમ બેફાટ બોલવા લાગી. આ સાંભળી “વસુમતીને બજારમાં જઈ વેચી નાખવી જોઈએ” એવા દુષ્ટ વિચારે સુભટના અંતરમાં પ્રવેશ કર્યો. તેથી તે તેને બજારમાં લઈ ગયો અને પોકારી પોકારીને બોલવા લાગ્યા કે, “હે પુરવાસીઓ! આ એક સુંદરી, દાસી તરીકે વેચાય છે. જેને ખરીદવી હોય તે આવી જાય.” આ પકારે સાંભળી ત્યાં ખૂબ લોકે જમા થયા. આ પચરંગી ટાળામાં એક વારાંગના વેશ્યાપણ હતી. તેણે સુભટને 500 સેના મેહેરે આપી વસુમતીને ખરીદી લીધી અને તેને પોતાને ઘેર લઈ ગઈ હવે વસુમતીનાં દુઃખેને પાર ન રહ્યો. મનુષ્યમાત્ર ઉપર દુખ તો પડે છે પરંતુ તેમાં જે હિંમત હારતો નથી, તે દુઃખના દુસ્તર સમુદ્રને સહેલાઈથી તરી જાય છે. વસુમતીએ પણ ધૈર્ય ન છોડયું, પિતાનું રાજ્ય ગયું. માતા દુઃખ પામતી તેની સમક્ષ આત્મહત્યા કરીને પરલેક સંચરી, તોપણ આ અસહ્ય વિયેગને તેણે સહન કર્યો. દુષ્ટમતી દુર્જન સુભટની સાથે તેને ચટામાં આવવું પડયું, તે પણ તેણે જેમ તેમ કરીને સહન કર્યું. પરંતુ એક નીચ કેટીની દુરાચારી સ્ત્રીનું કે જે તેને માટે કારાગારથી કમી ન હતું, તેમાં શીલા અને ધર્મની રક્ષા કેવી રીતે થશે અને આ મહાનર્કાગારમાં જીવન કેવી રીતે વીતાવાશે, એવા વિચારોથી તેના પૈર્યને અંત આવ્યો. વારાંગના તેને દાસીની માફક હાથ પકડીને પિતાને ઘેર લઈ જતી હતી, તે વખતે વસુમતી મૂર્જીવશ થઈ ધરણું પર પટકાઈ પડી. અહા! રાજસુખ ભોગવનાર