________________ આદર્શ મુનિ. 239 રાજા શતાનિક સાથે વેર બંધાયું. તેથી રાજા શતાનિકે તેની સાથે યુદ્ધ કરવાનો નિશ્ચય કરી એક ઘણું જબરદસ્ત સૈન્ય એકત્ર કર્યું. ત્યાર પછી એક દિવસ મેકો જોઈ ચુપકીથી ચંપાનગરી ઉપર ચઢાઈ કરી આખા નગરને ચોતરફથી ઘેરે ઘા. પિતાની પ્યારી પ્રજાના સંરક્ષણ માટે પ્રજાવત્સલ દધિવાહને અનેક ઉપાય જ્યા, પરંતુ સૂતેલા સિંહને કણ નથી મારી શકતું? રાજા શતાનિક વિજયી થયા, અને રાજા દધવાહનને નગર છેડી નાસી જવું પડયું. આ પ્રમાણે રાજા શતાનિકે તેના નગરમાં પ્રવેશ કર્યો, રાજ્યની લગામ હાથમાં લીધી અને પ્રજા પાસે પિતાની આજ્ઞાનું પાલન કરાવવા લાગ્યો. આ પ્રસંગે રાજા શતાનિકે દધિવાહનની રાણું તથા કન્યા વસુમતીને એક સુભટને ઍપ્યાં કે જે તે બંનેને પિતાની સાથે લઈ ચાલ્યા. મહારાણીના અનુપમ સૌંદર્યને જોઈ પેલે સુભટ મેહાંધ બન્યા અને તેની પાસે દુષ્ટ માગણી કરી. પરંતુ પ્રતિવ્રતા ધારિણીએ તેને તિરસ્કાર કર્યો કેમકે - वरं शृङ्गोत्सङ्गाद्गुरुशिरवरिणः क्वापि विषमे / पतित्वायं कायः कठिनदृषदन्ते विगलितः॥ वरं न्यस्तो हस्तः फणिपतिमुखे तीक्ष्णदशने / वरं वनौ पातस्तदपि न कृतः शीलविलयः // “અતિશય ઉંચા પર્વતના શિખર પરથી પડેલા પાષાણથી શરીરના ભલે ચૂરેચૂરા થઈ જાય, તીર્ણ દાંતવાળા ફણિધરના મુખમાં ભલે હાથ મૂકવામાં આવે, અગ્નિની ભભૂકતી જવાળાએમાં ભલે હાથે ભસ્મ થઈ જાય, પરંતુ પોતાના શિયળનો