________________ 238 > આદર્શ મુનિ, ધર્મિષ્ઠ માતાપિતાનાં સંતાન મોટે ભાગે ધર્માત્મા નીવડે છે. કેમકે આવા ધર્માત્માઓને ત્યાંજ ગભ્રષ્ટ આત્માઓ પોતાના અપૂર્ણ અને સંપૂર્ણ કરવાને જન્મ ધારણ કરે છે. વસુમતિનો આત્મા પૂર્વજન્મમાં એક પદષ્ણુત જીવ હતો. આ જન્મમાં તે પિતાનાં નાશકારક કર્મોનો નાશ કરી મેક્ષ પ્રાપ્તિ માટે અવતર્યો હતે. વસુમતીની બાલ્યાવસ્થા શાસ્ત્રાધ્યયનમાં વીતી હતી. ધર્મ શાસ્ત્રના જ્ઞાન ઉપરાંત તે જપ, તપ, વ્રતાદિ ધાર્મિક ક્રિયામાં પણ પૂર્ણ હતી. પિતાની યુવાવસ્થામાં જ તે સંસારમાં વિખ્યાત થઈ. કારણ કે એક તે તે અતિ રૂપવતી હતી, બીજું યુવાવસ્થા અને ત્રીજું જ્ઞાનની આંતરતિએ તેના સંદર્યમાં એર રંગ પૂર્યો હતે. સંસારની ગતિ કેવી ન્યારી છે! સુષ્ટિના પદાર્થોની ઉન્નતિ અને વિકાસમાં અનેક આપત્તિઓ આવી પડે છે. તેમને તેમનાં ઇચ્છિત સાધનની પ્રાપ્તિ માટે વિવિધ પ્રકારની વિપત્તિઓની સામે થવું પડે છે. છતાં ધીરપુરૂષે ઘેર્યને ન ત્યજતાં દુઃખસાગર તરી જાય છે-“ધારસ્તારિત વિપડ્યું न तु दीनचित्तः।" વસુમતી જેટલી લોકપ્રિય હતી તેવડેજ આપત્તિઓને પહાડ તેના પર તૂટી પડે. પરંતુ ધન્ય છે એ સતીને કે જેણે પિતાનું ધૈર્ય છોડવું નહિ અને તેમ કરી આપણે માટે એક જવલંત દષ્ટાંત મુકતી ગઈ. રાજા દધિવાહનને કેઈ કારણવશાત કેશવી નગરીના