________________ આદર્શ મુનિ. મુનિઃ–હાજી, લગભગ 1000 વર્ષ પહેલાં. તે સમયના ગ્રંથે જવલ્લેજ કઈ કઈ ઠેકાણે મળી આવે છે. અમારી પાસે એક અન્તકૃતજી નામનું શાસ્ત્ર છે, જે મૂળ સંવત ૧૫૦૦ના દ્વિતીય શ્રાવણમાં લખાયું છે તે શાસ્ત્રને મહારાજશ્રીએ રાજા સાહેબને બતાવ્યું.) નરેશ–મહારાજ! આપનાં માનનીય આગમમાં ક્યા આગમ શ્રેષ્ઠ છે? મુનિભગવતીજી તથા પન્નવણાદિ સૂત્ર. (જુઓ) નરેશ –શ્રી મહાવીર સ્વામીની જન્મભૂમિ કયાં હતી, તથા તેમણે કયારે દીક્ષા લીધી અને કેવી તપશ્ચર્યા કરી? મુનિ –આ પ્રશ્નના ઉત્તરમાં મહારાજશ્રીએ મહાવીર સ્વામીની જન્મભૂમિ તથા સંક્ષિપ્ત જીવનકથા કહી સંભળાવી અને કહ્યું કે મહાવીર સ્વામીએ સર્વ તપમાં ઉત્કૃષ્ટ એવી પાંચ માસ અને પચીસ દિવસની તપશ્ચર્યા કરી, જેનું પારણું ધનાવહ શેઠને ઘેર રાજકન્યા ચંદનબાલાએ કરાવ્યું. નરેશ –મહારાજ! ચંદનબાલા રાજકન્યા છતાં શેઠને ઘેર કયાંથી ? મુનિ –હે નૃપતિ! સાંભળ, હું આપને તેનું વૃતાન્ત સંક્ષેપમાં સંભળાવું છું. મહારાજા દધિવાહન ચંપાપુરીના અધિરાજ હતા. તેમની પતિવ્રતા પત્ની શ્રીમતી ધારિણીને પેટે એક કન્યારત્નને જન્મ થયે. તેનું નામ વસુમતી પાડવામાં આવ્યું.