________________ 230 >આદર્શ મુનિ. '''''^ ^^^^^^ ^^^^^ ^^^ ^^^^^^^^cs મુનિ મંડળ સમીપ આવ્યા. તેમના પરિવારની આજ્ઞા મેળવી મુનિશ્રી નંદલાલજી મહારાજે ત્રણેને દીક્ષા આપી. કેશલેચન કરાવી (મુંડન કરાવી) જયની ગગનભેદી ઘોષણાઓ વચ્ચે દીક્ષાવિધિ સંપન્ન કરી. ત્યારબાદ મહાવીર સ્વામીના જીવનચરિત્ર ઉપર આપણા ચરિત્રનાયકે મને હર પ્રવચન કર્યું, અને તેમના સમર્થનમાં મુનિશ્રી દેવીલાલજી મહારાજે પણ ટુંકું પ્રવચન કર્યું. તે વખતે સાદડી (મારવાડ) શ્રીસંઘે ચાતુર્માસ માટે વિજ્ઞપ્તિ કરી. જેને મહારાજે સ્વીકાર કર્યો અને કહ્યું કે બેશક, ત્યાં સારા પ્રમાણમાં ઉપકાર થશે. અન્ય મુનિવરેએ પણ આ કથનનું સમર્થન કર્યું, તેથી ચાતુર્માસની વિજ્ઞપ્તિને સ્વીકાર કરવામાં આવ્યો. ત્યાં કેટલાંક વ્યાખ્યાન થયાં, જેમાં ટેલર સાહેબ પણ આવતા હતા. એક દિવસ તેમના પત્નીએ મહારાજશ્રીને પિતાને બંગલે પધારી દર્શન આપવા વિનંતિ કરી. તદનુસાર તેઓશ્રી ત્યાં પધાર્યા, તે વખતે લેડી ટેલરે તેમની સાથે કેટલીક ધામીક ચર્ચા કરી. ત્યારબાદ મુનિશ્રી દેવીલાલજી મહારાજે તથા આપણું ચારિત્રનાયકે સગાનેર તરફ વિહાર કર્યો. તેમના આગમનથી સગાનેરમાં માહેશ્વરીઓના આંતરીક વૈમનસ્યને અંત આવ્યા. બનેડાના ભાઈએ પણ ત્યાં આવી પહોંચ્યા. તેમના આગ્રહને વશવતી તેઓશ્રી બનેડા પધાર્યા. આ રાજ્ય ઉદયપુરમાં શાહપુરાથી ઉત્તર-પૂર્વે આવેલું છે. ત્યાં કેશરિયાજીના મંદિરમાં ઉતારે કર્યો. બનેડાના શ્રીમાન રાજ અમરસિંહે જ્યારે મહારાજશ્રીનાં વ્યાખ્યાનેની પ્રશંસા સાંભળી, ત્યારે તેઓ પણ વ્યાખ્યાનમાં પધાર્યા. વ્યાખ્યાન સાંભળી મહારાજશ્રીના