________________ આદર્શ મુનિ. 231 *^^ ^^^^^^ ^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^ શુભાગમનને પિતાનું સૌભાગ્ય માની ઉપદેશની પ્રશંસા કરી તથા બીજે દિવસે પિતે હાજર રહેશે એવી ઈચ્છા પ્રદશિત કરી. બીજે દિવસે તેઓ ફરીથી પધાર્યા, અને ત્રીજા દિવસનું વ્યાખ્યાન નજર બાગમાં થાય એવી વિજ્ઞપ્તિ કરી, કે જેથી રાજમહિલાઓ પણ તેનો લાભ ઉઠાવી શકે. વિજ્ઞપ્તિ મુજબ કરવામાં આવ્યું. સામાન્ય જનતા પણ ત્યાં આવી. રાજા સાહેબ તરફથી દ્રાક્ષ તથા બદામની પ્રભાવના વહેંચવામાં આવી. મધ્યાહનકાળે રાજાજી પિતે મહારાજશ્રીને ઉતારે આવ્યા, અને ધાર્મિક વિષય ઉપર વાર્તાલાપ કરવા લાગ્યા નરેશ–મહારાજશ્રી ! શું જેનધર્મ એ બૈદ્ધધર્મની શાખા છે? મુનિ–ના, જેનનધ સ્વતંત્ર છે, નહિ કે બુદ્ધધર્મની શાખા. બૈદ્ધધર્મમાં બુદ્ધને જ પહેલા અવતારી પુરૂષ માનવામાં આવ્યા છે, પરંતુ તે તો અમારા વીસમા તીર્થંકર મહાવીર સ્વામીના સમકાલીન હતા. આ પ્રમાણે જૈનધર્મ તે અનાદિ છે. પરંતુ આ અવસર્પિણ કાલમાં જૈનધર્મના મુખ્ય પ્રથમ અવતારી પુરૂષ શ્રી ઝાષભદેવ થયા છે. તેમને થઈ ગયે કરેડ વર્ષ વીતી ગયાં. તેમને વિશે શ્રીમદ્ ભાગવતમાં પણ ઉલ્લેખ છે. આ ઉપરથી સિદ્ધ થાય છે કે જૈનધર્મ પ્રાચીન તેમજ સ્વતંત્ર છે. કેટલાક પશ્ચિમાત્ય વિદ્વાનોએ શેખેળ કર્યા સિવાય લખી નાખ્યું છે, તે પ્રમાણે તે બુદ્ધધર્મની શાખા નથી, પરંતુ તેનાથી ઘણેજ પ્રાચીન છે. આ પ્રમાણે કેટલાંક પ્રમાણે રજુ કરી જૈનધર્મની પ્રાચીનતા સિદ્ધ કરી.