________________ આદર્શ મુનિ. 213 ^^^^^^^^^^^^^^^^ ^^ ^ ^^^ ^^s s* *** **** ** *** * ** ફરીથી કેટલાંક વ્યાખ્યાન આપ્યા બાદ દેવાસ તરફ પ્રયાણ કર્યું. તે વખતે ઉજજૈન શ્રીસંઘ ઘણે દૂર સુધી વિદાય આપવાને આવ્યું. ત્યારપછી તેઓશ્રી નરવલ પધાર્યા. ત્યાં પણ વ્યાખ્યાન આપી, આહારાદિથી નિવૃત્ત થઈ દેવાસ તરફ ગયા. દેવાસ પધારવાનું મુખ્ય કારણ એ હતું કે જ્યારથી દેવીલાલજી મહારાજ ચાતુર્માસ પૂર્ણ કરી ઈદેથી અત્રે આવ્યા હતા, ત્યારથી તેમની તબિઅત સારી રહેતી નહોતી. બીજું, દેવાસ શ્રીસંઘની વિજ્ઞપ્તિ પણ હતી. તેથી તેઓશ્રી દેવાસ પધાર્યા. ધર્મધુરંધર મહારાજ સર મલ્હારરાવ પંવાર કે. સી. એસ. આઈ. પણ વ્યાખ્યાનમાં પધાર્યા. તેઓ વારંવાર ચરિત્રનાયકજીના ઉતારે પણ આવતા, અને કેટલાક ઉપયોગી વિષય ઉપર ચર્ચા કરતા. એક દિવસ મહારાજાએ આપણું ચરિત્રનાયકને વિજ્ઞપ્તિ કરી કે કૃપા કરીને આપ થોડા વધુ દિવસ અત્રે રોકાઈ જનતાના અજ્ઞાનરૂપી અંધકારને વિચ્છેદ કરે. આને ઉપકાર સમજી મહારાજશ્રીએ સ્વીકાર કર્યો. પહેલાં વ્યાખ્યાન કન્યાશાળામાં થતાં હતાં, પરંતુ જ્યારે શ્રેતાઓની સંખ્યા વધી પડી, ત્યારે તુકજીગંજના મેદાનમાં વ્યાખ્યાન થવા લાગ્યું. મહારાજા સર તકોજીરાવ બાપુસાહેબ મહારાજા પંવાર કે. સી. એસ. આઈ. તથા તેમના લઘુ બંધુ તથા દીવાન રાયબહાદુર નારાયણ પ્રસાદજી, શ્રીયુત બી. એન. ભાજેકર બી. એ. એલ. એલ. બી, શ્રીયુત જી. એ. શાસ્ત્રી એમ. એ., શ્રીયુત ડી. આર. લહેરી એમ. એ., તથા અન્ય અનેક વિદ્વાને પણ વ્યાખ્યાન શ્રવણ કરવા આવ્યા હતા તે વખતે મુસલમાન ભાઈઓએ પ્રભાવના વેંચી, ત્યારબાદ મહારાજશ્રીએ દેવાસના ઘંટાઘર (Tower)માં તથા રાજવાડામાં વ્યાખ્યાન આપ્યાં. જ્યાં મહારાજાએ