________________ > આદર્શ મુનિ. ~~~~~~~~~~~~~~ ~~~~~~~~~~~~~~~~~~~~~~AA^^^^^^^^^^^^^^ ^^. મુનિ રાખવામાં આવ્યું, અને તેમને છગનલાલજી મહારાજના આશરા હેઠળ મૂકવામાં આવ્યા. તેમનાં માતુશ્રીને ધાપૂછ આર્યજીની પાસે રાખવામાં આવ્યાં તે દિવસે મહારાજશ્રીએ સેવારામજીના બાગમાં રાત ગાળી. મહારાજશ્રી ફરીથી જયાજીગંજ પધાર્યા, અને કેટલાંક વ્યાખ્યાન આપી પાછા શહેરમાં પધાર્યા. ત્યાં મુનિશ્રી ખારચંદ્રજી વિરચિત “ગુરૂ ગુણ મહિમા” નામનું પુસ્તક વહેંચવામાં આવ્યું. વળી મહારાજશ્રીએ ત્યાં વ્યાખ્યાન સાથે રૂકમિણ આખ્યાન વાંચ્યું. આ પ્રમાણે ત્યાં ચાતુર્માસમાં પુષ્કળ ધર્મધ્યાન થયાં. અજેનોએ પણ વ્રત ઉપવાસાદિ કર્યા, જેને ઉલ્લેખ ક્ષમાપત્રિકામાં થઈ ગયું છે. કારતક વદ 1 ને દિવસે વિહાર કરવાના વિચારથી એક વ્યાખ્યાન આપ્યા પછી સઘળને ખમાવ્યાં. મહારાજશ્રી વિહાર કરી જશે, એ ખબર મળતાં લેકેને દુઃખ થયું. તેઓશ્રી ત્યાં છેડે વધુ વખત વિરાજે એવી સઘળાની અભિલાષા હતી. પરંતુ કલ્પ હેવાથી દેવાસ તરફ વિહાર કર્યો. શહેરની બહાર માર્ગમાં સેવારામજીને બગીચો આવ્યું. ત્યાં લોકોએ આગ્રહપૂર્વક મહારાજશ્રીને રોક્યા. ત્યાં તેઓશ્રીએ સ્તવનની સાથે સાથે બે માંગલિક કહ્યાં. બીજે દિવસે ઈસ્લામી અગ્રણી ફેજ મહમદખાંએ મહારાજશ્રી પાસે વ્યાખ્યાન કરાવવાનું નકકી કરી લીધું. તે મુજબ નિયત સમયે તેજ બાગમાં વ્યાખ્યાન થયું. ત્યારપછી વિહાર કરવાનો વિચાર કર્યો તે જનતાના પુણ્ય પ્રતાપથી આકાશ વાદળમાંથી ઘનઘોર છવાઈ ગયું, અને મેઘવૃષ્ટિ થશે, એમ સ્પષ્ટ ભાસ થવા લાગ્યા. તેથી જનતાએ આગ્રહ કર્યો કે આવા વાતાવરણમાં આપ વિહાર કરવાને વિચાર માંડી વાળે. આ સાંભળી તેઓ દેલતગંજમાં પધાર્યા.