________________ આદશ મુનિ. 211 ઐક્યતા તથા મેહબતથી ચલાવવો જોઈએ.” બીજે દિવસે પણ ત્યાં એક વ્યાખ્યાન આપ્યું. ત્રણસો લૂલાંલંગડા અપંગને ભેજન કરાવવામાં આવ્યું. ત્યારબાદ મહારાજશ્રીના વ્યાખ્યાનની અત્યંત પ્રશંસા થવા લાગી. સર સૂબા હયાત મહમદખાં સાહેબ, સૂબા સાહેબ વાસુદેવ નિગુડકર, પ્રાંત જજ માલવી ફાજિલ સાદુદ્દીન હૈદરસાહેબ, સબ જજ સાહેબ, નાયબ સાહેબ, સૂબા સાહેબ, મેજર સાહેબ, લશ્કરી અમલદાર, પોલીસ ઈન્સ્પેકટર સાહેબ, તથા ઠેકેદાર (કંટ્રાકટર) નિજામુદ્દીન સાહેબ વિગેરેએ વ્યાખ્યાન શ્રવણ કર્યું. વ્યાખ્યાનની પ્રશંસા કરતાં કરતાં સૂબા સાહેબે બે વખત આવી વ્યાખ્યાન સાંભળવાની ઈચ્છા પ્રગટ કરી તથા એમ પણ જણાવ્યું કે જે મને પહેલેથી આવી ખબર હેત તે વ્યાખ્યાન શ્રવણને લાભ મેં શરૂઆતથી જ મેળવ્ય હેત. કેમકે મહારાજશ્રીનું વ્યાખ્યાન ખૂબ આકર્ષક થાય છે. ત્યારબાદ જયાજીગંજમાં નિવાસ કરતા શ્રાવકોએ પિતાને ત્યાં વ્યાખ્યાન કરવા માટે તથા મહારાજશ્રી પાસે જે બે ભાઈ મુમુક્ષુ હતા તેમને દીક્ષા આપવાની આગ્રહપૂર્વક વિનંતિ કરી. તેનો સ્વીકાર કરી તેઓશ્રી ભાદરવા વદ રને દિવસે જયાજીગંજ પધાર્યા. ત્યાં આસો વદ ૭ને દિવસે દીક્ષા આપવાનું નક્કી કરવામાં આવ્યું. વદી 3 ને દિવસે વડે કાઢવામાં આવ્યા તથા નિશ્ચિત સમયે કલરબધના બાગમાં દીક્ષા આપવામાં આવી. મુમુક્ષુઓમાંના એક રતલામ નિવાસી બત્રીસ વર્ષના વિસા ઓશવાળ હતા. બીજા ભાઈ ઈન્દરના વતની ચૌદ વર્ષની ઉંમરના હતા. તેમની સાથે તેમની માતા પણ હતી. દીક્ષા બાદ એકનું નામ સંતોષમુનિ રાખવામાં આવ્યું, તે આપણા ચરિત્રનાયકની પાસે રહ્યા, બીજા ઈન્દર નિવાસીનું નામ મગન