________________ 210 > આદર્શ મુનિ. આ પ્રમાણે વિવેચન કરી તેઓ બેસી ગયા, તે વખતે તાળીઓના ગડગડાટથી તેમને વધાવી લેવામાં આવ્યા. પૂર્ણાહુતિના ઉત્સવમાં જાવરાના નગરશેઠ શ્રીયુત સભાગમલજી મહેતા પણ જાવરાથી આવ્યા હતા. તેમણે પણ વ્યાખ્યાન મંડપમાં ઉભા થઈ હાજર રહેલા સદ્દગૃહસ્થને અંતઃકરણપૂર્વક ધન્યવાદ આપી, મહારાજશ્રીની પ્રશંસા કરતું એક ઓજસ્વી વ્યાખ્યાન આપ્યું. શેઠજી અગ્રગણ્ય સમાજ હિતેચ્છું, શાસ્ત્રવેત્તા તથા સ્વભાવે ગંભીર છે. સમાજોન્નતિ તથા વિદ્યા પ્રચાર સંબંધમાં તેમના વિચાર ઘણા ઉમદા છે અને તે વિચારો વખતોવખત કાર્ય રૂપમાં પરિણમે છે. તેમની પછી મલાના ચાદઅલી સાહેબે ભાષણ કરતાં જણાવ્યું કે સ્વામીજી મહારાજના ભાષણની તારીફ કરવા માટે મને શબ્દો જડતા નથી. આવા ગુણી જનેને જ્યાં નિવાસ થતા હોય તે સ્થળને ઘણું ભાગ્યશાળી માનવું જોઈએ. આવા મહાત્માઓ જે પોતાની અમૂલ્ય અંદગી આત્મિક બળ મેળવવામાં તથા ધર્મ પ્રચારમાં ગાળે છે, તેમને અનેક ધન્યવાદ છે. તેમની જીંદગી સફળ થઈ ગઈ એમ માનવું જોઈએ. એવા તે જગતમાં અસંખ્ય જી જન્મે છે અને મરણ શરણ થાય છે. આવશ્યક છે કે આપણે પણ આવા પાક દિલ અને પાક વિચારવાળા મહાત્માઓના ઉપદેશાનુસાર વર્તન કરીએ અને આપણું સાંપ્રદાયિક મતભેદોને વિસરી જઈ આપણું કેમ તથા વહાલા વતનની ઉન્નતિ સાધીએ. એક દેશમાં રહેવાથી અને બીજા અનેક કારણથી જૈન અમારા ભાઈ છે અને અમારે તમામ કારોબાર અતિશય