________________ આદર્શ મુનિ. ગ 209 - ~ ~~-~ ~ ~ ~ ~-~ભાષણ કર્યું તે સાંભળી મને અત્યંત આનંદ થયો છે. તે સન્માનનીય છે. જે જે બાબતો આપણને મહારાજશ્રીએ જણાવી છે, તે યાદ રાખી તેને અમલમાં મૂકવાની આપણી ફરજ છે. હું અત્રેના તથા બહારના ગૃહસ્થને હાદિક આભાર માનું છું. આપણું સામે જે સ્વામીજી મહારાજ બેઠા છે, તેઓશ્રીએ તેત્રીસ ઉપવાસ કર્યા છે. તેત્રીસ ઉપવાસ ! બોલવું કેટલું સહેલું છે પણ તે કરવાનું કઠિન કેટલું છે, તેને ખ્યાલ કરે. અમારામાં ત્રીસ રાજા કરવામાં આવે છે તેમાં તે સવારે તથા સાંજે એમ બે વખત ખાવાનું મળે છે, છતાં પણ રજા પાળવા ભારે મુશ્કેલ લાગે છે. સ્વામીજી મહારાજે માત્ર ગરમ પાણું ઉપર નિર્વાહ ચલાવ્યો અને તે પણ માત્ર દિવસે જ પીવાનું, રાત્રે તે તે પણ નહિ, કેમકે તેમના ધર્મમાં તેની મનાઈ છે. હું સ્વામીજીને અંત:કરણપૂર્વક ધન્યવાદ આપું છું. મેં અહીં આવીને સાંભળ્યું કે કસાઈઓએ પિતાની રાજીખુશીથી પરસ્પર મળીને આજનો દિવસ પશુવધ કરવાનું તથા માંસ વેચવાનું બંધ રાખ્યું છે. જેમાં સરકાર તરફથી બિલકુલ દબાણ કરવામાં આવ્યું નથી. આ સાંભળી મને આનંદ થયે. સરકાર તો ચેર, પાપી, અન્યાયી, દુરાચારી વિગેરેને ચેરી, પાપ. અન્યાય તથા દુરાચાર કરવા માટે પકડીને શિક્ષા કરે છે. પરંતુ સ્વામીજીના વ્યાખ્યાનથી એટલે સુધારો થાય છે, તેટલે તે શિક્ષાથી થતો નથી. તેઓશ્રીના ઉપદેશથી ચેર ચોરીનો, પાપી પાપનો, અન્યાયી અન્યાય, અને દુરાચારી દુરાચારનો ત્યાગ કરે છે. આમ હોવાને લીધે પ્રજાવત્સલ ગ્વાલિયર નરેશને બહુ ફાયદો થાય છે. તેથી હું અમારા મહારાજાધિરાજ સિંધીઆ તરફથી આભાર પ્રદર્શિત કરૂં છું.”