________________ ર૧૪ આદર્શ મુનિ સઘળી જનતાને દાખલ થવાની પરવાનગી આપી. જે દિવસે રજવાડામાં વ્યાખ્યાન હતું, તે દિવસે મહારાજા સાહેબ તરફથી મેટા પેંડાની પ્રભાવના વહેંચવામાં આવી, વળી દરબારશ્રીએ ગેચરી માટે મહારાજશ્રીને વિજ્ઞપ્તિ કરી, જેને સ્વીકાર કરવામાં આવ્યું. મહારાજા સાહેબે જૈનધર્મના રીતરિવાજ મુજબ ચરિત્રનાયકજીને ભેજન વહોરાવ્યું અને પછીથી ઉઘાડે પગે રજવાડાના દરવાજા સુધી વળાવવા આવ્યા. ત્યારબાદ શહેરના કાજી તથા મુસલમાન ભાઈઓના આગ્રહથી ઈદગાહમાં વ્યાખ્યાન આપ્યું. વ્યાખ્યાન સમાપ્ત થયા બાદ શહેરના કાજી તાજુદ્દીન સાહેબે ડાકટર ગણપતરાવ સીતલેને જાહેર કરવા જણાવ્યું કે “મેં આજીવન માંસ, મદિરા તથા પરસ્ત્રીગમન આદિ અનેક દુષ્ટ ટેવને આજથી ત્યાગ કર્યો છે.” ઇસ્લામી ભાઈઓ તરફથી પતાસાંની પ્રભાવના વહેંચવામાં આવી. દેવાસ રાજ્ય તરફથી પણ એક વ્યાખ્યાન માટે વિજ્ઞપ્તિ થઈ ગઈ હતી. ત્યાં પણ રાજવાડામાં બે વ્યાખ્યાન થયાં. તે વખતે નરેશ સર તુકેજીરાવ બાપૂસાહેબ મહારાજ પંવાર કે. સી. એસ. આઈ. ખુદ પધાર્યા અને તેમના તરફથી મેટા પેંડાની પ્રભાવના વહેંચવામાં આવી. ત્યાંથી વિહાર કરી ઈન્દર પધાર્યા. ત્યાં પીપલી બજારમાં ઉતારે કર્યો. ખૂબ ધામધુમથી તેઓનું સ્વાગત કરવામાં આવ્યું. શ્રીમન શેઠ નંદલાલજીની પાઠશાળામાં ત્રણ વ્યાખ્યાન થયાં. પછીથી દક્ષિણ દિશા તરફ પ્રયાણ કરવાને મહારાજશ્રીને ઈરાદે હતો. પરંતુ જનતાના પ્રેમને વશવર્તી છવ્વીસ દિવસ રેકાઈ બમ્બઈ બજારમાં વ્યાખ્યાન કર્યા. માહેશ્વરી, અગ્રવાલ, નીમા, ખંડેલવાલ, દિગંબર, વેતામ્બર,