________________ આદર્શ મુનિ. 205 વશવતી તે તરફ પ્રયાણ કર્યું. રસ્તામાં લુણમડીના ઉપાશ્રયમાં ઉતર્યા. તે દિવસમાં ત્યાં જયાજીગંજમાં દેવીલાલજી મહારાજ વિરાજતા હતા. તેથી આહારાદિથી પરવારી તેમનાં દર્શનાર્થે ત્યાં ગયા. તેજ દિવસે દેવીલાલજી મહારાજ રતલામ તરફ વિહાર કરી ગયા. ત્યાં મુનિ સંમેલન થવાનું હતું. તેથી મહારાજશ્રીને પણ તેમાં જવાનું હતું. છતાં, દિગંબર જનાના અગ્રણે ઘાસીલાલજીના સુપુત્ર . કલ્યાણમલજી તથા અન્યના આગ્રહને લીધે તેઓશ્રી ઉપકાર સમજી થોડા વધારે દિવસ રોકાયા. મહાવીર સ્વામીને જન્મોત્સવ સુંદર રીતે ઉજવાય તેથી તેઓશ્રીએ ઉપદેશ આપે કે ભાઈઓ હોય, તે જુદા રહે. છતાં પિતાની સેવા વખતે સઘળાએ એકત્ર થઈ જવું જોઈએ. કેણ જાણે શું થયું? કે આપણી ત્રણ શાખાઓ (દિગંબર, શ્વેતામ્બર સ્થાનકવાસી તથા દહેરાવાસી) થઈ ગઈ, પરંતુ મુળનાયકતો એકજ હતા. આ ઉપદેશની અસર એ થઈ કે દિગંબર, વેતામ્બર સ્થાનકવાસી તથા દહેરાવાસીઓએ એકત્ર થઈ ઉત્સવ ઉજવ્યો. તે દિવસે ત્રણ હજાર માણસો એકત્ર થયાં હતાં. તેમની સમક્ષ સિાથી પહેલા પ્યારચંદજી મહારાજે મહાવીર સ્વામીના જન્મ ઉપર થે વિવેચન કર્યું. ત્યારપછી મહારાજશ્રીએ મહાવીર સ્વામીના જીવન ચરિત્ર ઉપર મનોહર વ્યાખ્યાન આપ્યું, તેની લોકે ઉપર ઉંડી છાપ પડી. આ થઈ રહ્યા બાદ પણ વ્યાખ્યાને નિયમિત થતાં હતાં. શરૂઆતમાં પ્યારચંદજી મહારાજ અર્ધા કલાક વ્યાખ્યાન આપતા. તેમની પછી મહારાજશ્રીનું પ્રવચન થતું. જૈનો ઉપરાંત વૈષ્ણ, મુસલમાન તથા વેરાઓ તરફથી પણ ચાતુર્માસને માટે આગ્રહ કરવામાં આવ્યા ત્યારે