________________ 206 > આદેશ મુનિ. ***^^^^^^ળક 6 કે 1800 મહારાજશ્રીએ જણાવ્યું કે અમારાં ગુરૂદેવ રતલામ વિરાજે છે, એટલે ત્યાં ગયા પછી ચોક્કસ નિર્ણય પર આવી શકાય. તે મુજબ ઉન્હેલ, તથા ખાચરદ થઈ વૈશાખ સુદ 5 ને દિવસે તેઓશ્રી રતલામ પધાર્યા. ત્યાં ચાંદની ચોકમાં વ્યાખ્યાન આપવાનું શરૂ કર્યું. આ વખતે મુનિ સંમેલન નિમિત્તે ત્યાં પૂજ્યશ્રી મુન્નાલાલજી મહારાજ, નંદલાલજી મહારાજ, દેવીલાલજી મહારાજ તથા ખૂબચંદજી મહારાજ આદિ ર૯ સંત હતા. તે જ સમયે ઉજજૈન શ્રીસંઘ તથા દિગંબર જૈન કલ્યાણમલજીના બંધુ રાજમલજી તથા પંચાયત બોર્ડના અમલદાર બાબુ બંશીધરજી ભાર્ગવ, વૈષ્ણવ વિગેરેએ રતલામ આવી પૂજ્યશ્રી મુન્નાલાલજી મહારાજને આગ્રહપૂર્વક વિનંતિ કરી. તે ઉપરથી પૂજ્યશ્રીએ મહારાજશ્રીને ચાતુર્માસ ઉર્જન કરવાની આજ્ઞા કરી. કલ્પકાળ (મહીને) પૂર્ણ થતાં મહારાજશ્રીએ ઉર્જન માટે પ્રસ્થાન કર્યું. ઘાંચી વિગેરે ભાઈઓએ બીજા ત્રણ વ્યાખ્યાન કરવાનો આગ્રહ કર્યો. તે મુજબ તેમના આગ્રહને માન આપી ત્રણ સુલલિત વ્યાખ્યાન આપ્યાં, તે સાંભળી વ્યાખ્યાન સ્થળેજ ઘાંચીઓએ અમુક પ્રતિજ્ઞાઓ લીધી. ત્યાંથી નામલી તથા પચેડ થઈ જાવરા પધાર્યા, અને ત્યાંથી તાલ થઈ મહદપુર પધાર્યા. મહદપુરમાં ત્રિસ્તુતિક મંદિરમાગી ભાઈઓની પાઠશાળાના વિદ્યાથીઓની ધાર્મિક વિષયની પરીક્ષા લીધી. ત્યાંની જનતાએ ચાતુર્માસ માટે પુષ્કળ આગ્રહ કર્યો, પણ ઉજજૈનને નિમંત્રણને સ્વીકાર થઈ ગયું હતું, તેથી મહારાજશ્રીએ જણાવ્યું કે આગામી ચાતુર્માસ વખતે જે અવસર પ્રાપ્ત થશે તો અહીંને માટે વિચાર કરીશું. ત્યાંથી યોગ્ય સમયે ઉજજૈન પહોંચ્યા. ત્યાં