________________ 199 આદર્શ મુનિ દીક્ષા આપવામાં આવી. ત્યાંથી વિહાર કરી દેવીલાલજી મહારાજ તથા આપણા ચરિત્રનાયક સાહુરંગી પધાર્યા. ત્યાંના ઠાકોર સાહેબે પુષ્કળ ભક્તિભાવ પ્રદર્શિત કર્યો. એક દિવસ પરસ્ત્રી ગમન નિષેધ” એ વિષય ઉપર મહારાજશ્રીએ ઘણું ઓજસ્વી વ્યાખ્યાન આપ્યું. જે સાંભળી ઘણા લોકો એ પરસ્ત્રી ગમનના ત્યાગની પ્રતિજ્ઞા કરી. વ્યાખ્યાન બાદ તે દિવસે ઠાકોર સાહેબ તરફથી પત્ર મળે, જેમાં લખ્યું હતું - શ્રીમાન મહારાજ ચેમિલજી-જેન વેતામ્બર સ્થાનકવાસીની સેવામાં. આપે મારા ગામમાં પધારવાની કૃપા કરી વ્યાખ્યાન આપ્યાં, તે સઘળાં પક્ષપાત સહિત તથા ઉપદેશથી નિતરતાં હતાં. સમયના અભાવે ફરીને આપ વિશેષ રેકાઈ શકતા નથી, તેથી મને અસંતોષ થાય છે. આજ આપે “પરસ્ત્રી ગમન” વિષય ઉપર જે વ્યાખ્યાન આપ્યું તે અત્યંત મહત્વપૂર્ણ હતું. મને જણાવતાં અત્યંત આનંદ થાય છે કે આપ વિષયને એવી ઉત્તમ રીતે સમજાવે છે કે શ્રેતાઓના હૃદયમાં તેની અસર સેંસરી પેસી જાય છે. અહીંની જનતાને આપે ધાર્મિક તથા શારીરિક પતનમાંથી બચાવી, તેને માટે આપને કરેડે ધન્યવાદ ઘટે છે. વ્યાખ્યાન સમયે મેં પ્રતિજ્ઞા નહી લીધેલી તેથી આપને શંકા ઉત્પન્ન થવાનો સંભવ છે, પરંતુ તેમ નહિ કરવાનું કારણ હતું, અને તે એ કે હું ક્ષત્રિય છું અને ક્ષત્રિય ધર્મમાં પરસ્ત્રી ગમનને નિષેધ કરવામાં આવ્યા છે. આ બાબતમાં એક કવિનું કાવ્ય મને યાદ છે, તેનું હમેશાં સ્મરણ કરું છું અને તે મુજબ પાલન કરૂં છું.