________________ 108 =>આદર્શ મુનિ હું ફરીથી દર્શન લાભ મેળવવા આવીશ. તે દિવસમાં જોધપુર સ્ટેટના માજી દિવાન સાહેબના સુપુત્ર કાન્હમલજી સાહેબ મહારાજશ્રીના દર્શનાર્થે આવ્યા હતા. તે જ વખતે રતલામ શ્રીસંઘની વિજ્ઞપ્તિને વશવતી મહારાજશ્રીની સેવામાં વૈરાગ્યવસ્થામાં રહેતા વિસા ઓશવાળ ચાંદમલજી બહેતરાને આસો વદ 7 ને રેજ દીક્ષા આપી. એ વખતે રતલામ શ્રીસંઘે નિમંત્રણ પત્રિકાઓ ઉપરાંત 37 તાર કર્યા હતા. જેને લીધે અન્ય નગરમાંથી લગભગ એક હજાર શ્રાવકે આવ્યા હતા. ખૂબ ધામધુમથી દીક્ષા આપવામાં આવી. ત્યારબાદ બીજા નવ વ્યાખ્યાન આપી તેઓશ્રીએ નામલી તરફ પ્રયાણ કર્યું. માર્ગમાં સ્ટેશનના રસ્તા ઉપર શ્વેતામ્બર દહેરાવાસી શેઠ મિશ્રીમલજી મથુરાલાલજીનો બંગલે આવે છે, ત્યાં તેમના આગ્રહને લીધે કાયા અને વ્યાખ્યાન આપ્યું. શહેરથી આ સ્થળ દૂર હોવા છતાં શ્રેતાઓ સારા પ્રમાણમાં એકત્ર થયા થતા. આ પછી ત્યાંથી સેજાવત તથા ઘુવાસ થઈ નામલી પધાર્યા. નામલીમાં શ્રી દેવીલાલજી મહારાજને મેળાપ થયે. જેઓ જાવરાથી વિહાર કરી રતલામ તરફ જતા હતા. તેમના આગ્રહથી મહારાજશ્રી ફરીથી રતલામ પધાર્યા અને બીજા કેટલાંક વ્યાખ્યાન આપી ડુંગર તરફ વિહાર કરી ગયા. રસ્તામાં કિશનગઢ આદિ ગામમાં થઈને તેઓશ્રી પેટલાદ પધાર્યા. તે વખતે તેમની પાસે સોળ વર્ષની વયના જોધપુર નિવાસી દીક્ષા મુમુક્ષુ નાથુલાલજી હતા. તે જોઈ પિટલાવદ શ્રીસંઘે વિજ્ઞપ્તિ કરી કે તેમનો દીક્ષા સમારંભ અમારે ત્યાં થવો જોઈએ. તેથી માગશર સુદ 15 ને રોજ