________________ આદશ મુનિ. 197 આશા છે કે પત્ર વાંચીને વિના વિલંબે આપની કુશળતાને પત્ર પાઠવવા કૃપા કરશે. સં. 1977 શ્રાવણ વદ 10) લી. આપનો શુભેચ્છક - તા. 28-8-1921 ઈ મહન્ત લાલદાસજી ચતુર ભુજાજીનું મંદિર કિલ્લા (ચિસ્તોડગઢ) ભાદરવા સુદ 5 ને દિવસે તપસ્યાની પૂર્ણાહુતિ હતી. તે દિવસે લુલાં, લંગડાં તથા અપંગ પાંગળાં નિરાધારેને ભેજન તથા વસ્ત્રનાં દાન આપવામાં આવ્યાં. પાંચમને દિવસે પાખી પાળવામાં આવે છે, પણ આ વખતે તે વાઘ ઈત્યાદિ જંગલી પશુઓને પણ દૂધ ઉપર રાખવામાં આવ્યાં; નહિ તો અન્ય દિવસોએ તે આ પશુઓને માટે હિંસા થતી હતી. મહારાજશ્રીનું વ્યાખ્યાન શ્રવણ કરવાની રતલામ નરેશને પણ અભિલાષા થઈ. તેથી ભાદ્રપદ વદ 12 (તા. 28 સપ્ટેમ્બર સને 1921) ને રેજ હિઝ હાયનેસ કર્નલ મહારાજા સર સજજનસિંહજી કે.સી.એસ.આઈ, કે.સી.વી.એ., એ.ડી. સી., ટુ હિઝ રોયલ હાયનેસ ધી પ્રિન્સ ઑફ વેલ્સ, રતલામ કાઉન્સિલના સભ્યો, તથા અન્ય સરદારે અને અમલદારે સહિતે વ્યાખ્યાન સાંભળવા પધાર્યા. મહારાજાની તંદુરસ્તી બરાબર નહોતી, ઔષધનું સેવન ચાલતું હતું, છતાં દેઢ કલાક સુધી નિરાંતે બેસી ખૂબ ધ્યાનપૂર્વક વ્યાખ્યાન શ્રવણ કર્યું. વચ્ચે ત્રણ ચાર વખત મહારાજશ્રીએ વ્યાખ્યાન સમાપ્ત કરવાની ઈચ્છા દર્શાવી, પરંતુ મહારાજા સાહેબે તેમ ન કરવા દીધું. આખરે વ્યાખ્યાન સમાપ્ત થયા બાદ તેઓએ મહારાજશ્રીને જણાવ્યું કે હાલમાં તો આપ અત્રે જ વિરાજશે.