________________ આદર્શ મુનિ 189 ********** ************ * ************ ******* * * * ભરવાની તથા ગાડીવાળાઓએ હદ ઉપરાંત બે ન લાદવાની પ્રતિજ્ઞા કરી. ત્યાં એકવીસ વ્યાખ્યાન કરી તેઓશ્રી કિલે પધાર્યા. ત્યાં ચાર ભુજાજીના મંદિરમાં વ્યાખ્યાન આપ્યું. મહંત લાલદાસજી તથા તેમના શિષ્ય હંમેશ વ્યાખ્યાન સાંભળતા. એજ દિવસમાં ટેલર સાહેબ ત્યાં થઈ બેલગામ (દક્ષિણ) જતા હતા. માર્ગમાં એમને સમાચાર મળ્યા કે મહારાજશ્રી કિલામાં વિરાજે છે, તેથી દર્શન કરવાની ઉત્કંઠા થઈ, પરંતુ અગત્યનું કામ હોવાને સબબે રેકાઈ શક્યા નહિ. તેથી એક પત્ર લખી મેક. જેને સારાંશ આ મુજબ હતો: મહારાજશ્રી, અત્યંત નમ્રતાપૂર્વક પ્રણામ સાથે જણાવવાનું કે આપનાં દર્શનનો લાભ ન લઈ શક્યા તેથી દીલગીર છું. જે બેલગામમાં કોઈ શ્રાવક હોય તો તેની મારફતે આપ આપની કુશળતાના સમાચાર મોકલવાની કૃપા કરશે.” લી. દાસાનુદાસ - એફ. છ. ટેલર ત્યાંથી જ્યારે વિહાર કરી જવાનો વિચાર કર્યો ત્યારે મહંત લાલદાસજીએ શેકાઈ જવાને માટે અત્યંત આગ્રહ કર્યો. તેમને શિષ્ય તે મહારાજશ્રીના ચરણારવિંદમાં આડા પડી જઈ કરૂણ સ્વરથી વિનંતિ કરવા લાગ્યું, તેથી મહારાજશ્રી તેને સમજાવી પિતાને સ્થાને વિહાર કરી ગયા. પાછળથી મહત્ત્વ લાલદાસજીએ પિતાના શિષ્ય સાથે આ મુજબને એક પત્ર પાઠવ્યું - શ્રીમાન સ્વામી મહારાજ શ્રીચાથમલજી મહારાજની સેવામાં -