________________ --> આદર્શ મુનિ. વિજ્ઞપ્તિ સાથે નિવેદન કરવાનું કે આપ સજ્જન પુરૂષ સર્વગુણ સંપન્ન છે. આપ જેવા દયાળુ આત્માઓને પરમાત્મા દીર્ધાયુ બક્ષે. આ નગરમાં નરનારીઓના સૈભાગ્યે અજ્ઞાનરૂપી અંધકારને નાશ કરવાને સૂર્યરૂપે આપ પ્રગટ્યા છે. આપના રસપૂર્ણ ઉપદેશમાંના જ્ઞાનામૃતનું પાન કરી લેકે પિતાને મહદ્દભાગ્યશાળી માને છે. આજકાલ સંસારની ગતિ કંઈક વિચિત્ર માલુમ પડે છે. આપના સદુપદેશથી તેઓ સુમાગે આવી જવાને પૂરો સંભવ છે. તે લોકેના અત્યંત આગ્રહને વશવર્તી આપને તેરસ સુધી તે રેકાવું જ પડશે, અને જે આપ તેને અસ્વીકાર કરશે તે નિરૂપાયે અમારે ભગવાન મહાવીરના સેગન દેવા પડશે. આશા છે કે આને પુખ્ત વિચાર કરી આપ અમારી વિજ્ઞપ્તિને સ્વીકાર કરશે.