________________ 188 > આદર્શ મુનિ સાંસારિક સુખને ઠેકરે મારતા જોઈ આશ્ચર્યગરક થતા હતા. તથા પોતાની આખરી અવસ્થા હોવા છતાં વિષય વાસનામાંથી મેહ છૂટતો નહોતો તેથી શરમાતા હતા. આ બધું સમાપ્ત થયા પછી પૂજ્યશ્રીની સાથે મહારાજશ્રી અજમેરથી વિહાર કરી નસીરાબાદ પધાર્યા. ત્યાં તેઓશ્રીના ઉપદેશથી કેટલાક ખાટકીઓએ જીવહિંસાને ત્યાગ કર્યો, અને બીજા ધંધે લાગી ગયા. ત્યાંથી કંવરિયાસ થઈ ભીલવાડે પધાર્યા. નસીરાબાદથી નીટળ્યા પછી રસ્તામાં આવતાં સઘળાં સ્થાને એ ખૂબ ઉપકાર થયે. શ્રાવકેએ 40 બકરાઓને જીવતદાન અપાવ્યું તથા વ્રત ઉપવાસાદિ કર્યા. ભીલવાડે ઉપદેશ આપ્યા બાદ ત્યાંથી વિહાર કરી ફાગણ વદ 10 ને રોજ તેઓ ચિત્તોડ પધાર્યા. આ વખતે તેઓશ્રીના વ્યાખ્યાન તથા ઉપદેશથી ખૂબ સુધારા થયા. ઓશવાળ માહેશ્વરીએ પિતાની જ્ઞાતીમાં પ્રચલિત, પહેરામણી લેવાની રૂઢીનો તે હંમેશને માટે ન લેવાની પ્રતિજ્ઞા કરી અંત આણ્યો. વળી જે કન્યા-વિક્રય કરે તેને માટે દંડની શિક્ષા જવામાં આવી. વળી કેાઈ નબળી હાલતમાં હોવાને લીધે પિતાની કન્યાનું લગ્ન કરવાને અસમર્થ હોય તો તેવાને પંચના ફંડમાંથી રૂા. 400) ચારસે વગર વ્યાજે આપવા, અને તે પોતાની સગવડ પ્રમાણે તે ઋણ અદા કરે એમ ઠરાવ્યું. સોનીઓએ પ્રતિજ્ઞા કરી કે એકાદશી તથા અમાવાસ્યાના દિવસેએ તેઓ અગ્નિને ઉપયોગમાં લેવો પડે તેવા કામકાજ બંધ રાખશે. મેચીઓએ દરેક પૂર્ણિમા તથા અમાવાસ્યાને રોજ માંસ મદિરાનું સેવન ન કરવાની પ્રતિજ્ઞા કરી. સાથે સાથે તે દિવસે એ પગરખાં ન સીવવાં પરંતુ ઇશ્વરભજન કરવાનો નિશ્ચય કર્યો. એજ મુજબ કુંભકારોએ નીંભાડા ન