________________ આદર્શ મુનિ 187 ત્યાં કેટલાંક વ્યાખ્યાન આપ્યાં. તેને એ તો પ્રભાવ પડે કે કેટલાક વખત પહેલાં માધવ મુનિજી મહારાજ ત્યાં એક પાઠશાળા સ્થાપવાની યોજના ઘડી આપી ગયા હતા, તે કાર્યરૂપમાં પલટાઈ ગઈ અને આજે પણ તે પાઠશાળા કામ કરી રહી છે. ત્યાંથી વિહાર કરી તેઓશ્રી સેજત પધાર્યા. ત્યાં પણ વ્યાખ્યાન સાંભળી કેટલાકએ દુર્વ્યસનનો ત્યાગ કર્યો. પછી ત્યાંથી નયા શહેર પધારી સટ્ટા બઝારમાં વ્યાખ્યાન આપ્યું. ત્યાં પૂજ્ય ભાચંદજી મહારાજે અજમેરથી સદેશે મેક કે અહીં દિક્ષા મુમુક્ષુ બે વૈરાગી તથા બે વૈરાગણો છે, અને તેમને દીક્ષા આપવાની છે માટે આપ પૂજયશ્રી મુન્નાલાલજી મહારાજ સહિત અત્રે પધારશે. અજમેર શ્રીસંઘ શ્રીને વિજ્ઞપ્તિ કરી. પૂજ્યશ્રી ભાચંદજી મહારાજ તરફ અત્યંત પ્રેમ ભાવ હોવાને લીધે તેઓએ વિજ્ઞપ્તિને સ્વીકાર કર્યો. પછીથી ખ્યાવરથી પૂજ્યશ્રીની સાથે વિહાર કરી ગ્ય સમયે તેઓ અજમેર પહોંચ્યા. તેમનું સ્વાગત કરવાને હજારો લોકો તથા સાધુ-સંતે સામા ગયા. પૂજ્યશ્રીની સમીપ મેતીકટરામાં મહારાજશ્રીએ પણ પિતાને નિવાસ રાખે. બહારગામથી ઘણા લોકો આવ્યા હતા, જેમની આગતાસ્વાગતાનો પ્રબંધ, રિયાંવાળા શેઠ મગનમલજી તથા શેઠ પ્યારેલાલજી તરફથી કરવામાં આવ્યો હતે. યથાસમયે દીક્ષા આપવામાં આવી. તે સમયનું દૃશ્ય અલોકિક અને અનુપમ હતું. વિરાગીઓમાં એકની ઉંમર 9 વર્ષ અને બીજાની 11 વર્ષની હતી. સફેદ પરિયાં આવી ગએલા વૃદ્ધ પુરૂષે આટલી નાની વયમાં આ બાળકને