________________ 186 > આદર્શ મુનિ. હતી તેઓ વૈરાગ્યભાવથી કાર્તિક સુદ ૧રને જ ચરિત્રનાયકજી પાસે દીક્ષા લેવાને આવ્યા હતા. તેમને સેળ વર્ષની કુમળી વયમાંજ વૈરાગ્ય આવ્યો હતો અને તે વખતે મહારાજશ્રીની સાથે ચાલીને કાનડ સુધી આવ્યા હતા. પરંતુ વૈરાગીના કાકા હજારીમલજી ત્યાં આવી જબરદસ્તીથી તેમને પાછા તેડી ગયા હતા. પરંતુ તેમને તે ખરેખરી લગની લાગી હતી. તે તે સાચા વૈરાગી (વિરાગીથઈ ગયા હતા. તેથી ઘેરથી નિકળી ચરિત્રનાયકજીની સેવામાં ઉપસ્થિત થયા. શરૂઆતમાં તે તેમને ઘેર લઈ જઈ મારપીટ કરવાનો તથા મરચાંની ધુણી આપવાને ત્રાસદાયક વર્તાવ શરૂ કરવામાં આવ્યો, પરંતુ એ વૈરાગીને ભાવ તેજ અચળ રહ્યો. કેટલાંક કારણેને અંગે તેમને સાત વર્ષ ફરીથી ઘેર રેહવું પડયું અને આ વખતે જોધપુર શ્રીસંઘ તે દીક્ષા અપાવવાને ઉત્સુક હતો. તેથી મહા વદ 2 ને દિવસે વડે કાઢવામાં આવ્યો તથા મહા વદ ૮ના મનહર પ્રાતઃકાલે 10 વાગે નિયમાનુસાર તેમને દીક્ષા આપવામાં આવી. તેમનું જન્મનું નામ ભૈરવલાલજી બદલીને વૃદ્ધિચંદજી રાખવામાં આવ્યું, કેમકે મહારાજશ્રીની સેવામાં ઘણા વખતથી ભૈરવલાલજી નામના એક શિષ્ય હતા. ત્યાંથી વિહાર કરી તેઓશ્રી જ્યારે નીકળ્યા ત્યારે સંજતિયા દરવાજે માળીએાએ તેમને રોક્યા અને ખૂબ ભકિતભાવ પ્રદશિત કર્યો. ઉપકાર સમજી મહારાજશ્રી ત્યાં થોભી ગયા અને વ્યાખ્યાન આપવાને આરંભ કર્યો. લક્ષાધિપતિ માળીઓની એવી ઈચ્છા હતી કે નવદીક્ષિત ભરવલાલજીની મોટી દીક્ષાને ઉત્સવ ભારે ધામધુમથી તેઓ ત્યાંજ કરે. પરંતુ શ્રીસંઘે તેને અસ્વીકાર કર્યો. મહારાજશ્રી ત્યાંથી વિહાર કરી પાલી પધાર્યા.