________________ આદર્શ મુનિ આદર્શ જીવનચરિત્ર આ લેકથી પરલેક સુધીના સાચા સુખના માગને ભેમિયાની ગરજ સારે છે. ' " દષ્ટાંત તરિકે જુએ–શ્રી તીર્થકર દેવોનાં જીવનચરિત્રે વાંચવાથી અગર સાંભળવાથી આત્મિક શક્તિનો વિકાસ થઈ આત્માની અનન્ત શક્તિનું ભાન એટલે નરમાંથી નારાયણ થવાનો પરિચય થાય છે. ધન્યજીવન શ્રી વિજયકુંવર તથા શ્રીમતી વિજ્યાકુંવરીના જીવનવૃત્તાન્તથી અખંડ બ્રહ્મચર્યને બોધ મળે છે. પ્રતાપી સત્યનિષ્ઠ રાજા હરિશ્ચન્દ્રના જીવનથી સત્યનું મહત્ત્વ સમજાય છે. મહારાણા પ્રતાપસિંહના જીવનથી અડગ ભૈર્ય તથા દેઢ પ્રતિજ્ઞા પાલન કરવાનું ઉમદા ઉદાહરણ મળે છે. આને લીધેજ સાહિત્ય ક્ષેત્રમાં જીવનચરિત્રનું સ્થાન ઉંચું રાખવામાં આવ્યું છે. ધાર્મિક, સામાજીક, માનસિક તથા આત્મિક ઉન્નતિ કરવાને માટે મહાપુરૂષોનાં જીવનચરિત્રો આલેખવાનો રિવાજ પ્રાચીન કાળથી ઉતરી આવ્યા છે. પ્રબળ વૈરાગ્ય, અપૂર્વ ત્યાગ, અચળ મનોવૃત્તિ, અનુપમ પૈય, અડગ સહનશીલતા, સામાનું આકર્ષણ કરવાની શકિત. અનહદ સંયમ, ઈદ્રિય નિગ્રહ, વિગેરે અનેક અયુત્તમગુણથી પિતાને મનુષ્ય જીવનને દિવ્ય જીવન બનાવનારા મહાપુરૂષોનાંજ જીવનચરિત્રે લખાય છે, અને તેવા પુરૂષરમમાં આપણું ચરિત્રનાયકનો પણ સમાવેશ થાય છે. તેઓશ્રીના ઉપરોકત ગુણેથી પ્રેરાઈને અમે આ પુસ્તક રચાવી પ્રકાશિત કરવાનું સાહસ ખેડયું છે, અને તેઓનાં મહત્તાભર્યા કાર્યોમાંથી ફૂલપાંખડી લઈ વાંચકની સમક્ષ રજુ