________________ 18 > આદર્શ મુનિ. श्रीमद्वीराय नमः। નિવેદન આધુનિક નૂતનકાળમાં જૈન સાહિત્યમાં જે કે નાટકો, કાવ્ય, ગદ્ય, પદ્ય અને ભાષા વિગેરે અનેક પ્રકારનાં અસંખ્ય પુસ્તક પ્રગટ થઈ ગયાં છે અને થાય છે તે પણ જેમાં કેઈ. આદર્શ પુરૂનાં ચરિત્રો હોય એવાં પુસ્તકો ઘણા ઓછા પ્રમાણમાં હાથ આવે છે. કેટલાક વખતથી કેટલાક વિદ્વાનોએ આ ઉણપ ટાળવાને આ દિશામાં પદસંચાર કર્યો છે, છતાં આવશ્યક્તાની દષ્ટીએ તે સંતોષકારક ન ગણાય. આ ઉણપ તરફ લક્ષ્ય રાખીને સમિતિએ આ પુસ્તકના પ્રકાશનને સહર્ષ સ્વીકાર કર્યો છે. સાચાં જીવન વૃત્તાન્તમાં, કાલ્પનિક મનોરંજક વાર્તાએનો રસ નથી આવતે, તે કારણથી બનવાજોગ છે કે મને. રંજક વાર્તાના રસીયાઓ અને પારકાના છિદ્ર શોધનારાએને આ ગ્રંથ રૂચિકર ન પણ લાગે; પરંતુ ગુણવાને તે આવાં જીવનચરિત્રને અંતરથી વધાવી લેશે. બીજાનું અનુકરણ કરવું એ તે મનુષ્યને જાતિસ્વભાવ છે, તેથી આધ્યાત્મિક તથા પારમાર્થિક ઉચ્ચ જીવન ગાળનારા, મહાન સન્તપુરૂષનાં જીવનચરિત્ર જનતાને સમક્ષ રજુ કરવામાં આવે તે વિશેષ લાભ થાય છે તથા લેકે ચરિત્રનાયકના ગુણોની સાથે પોતાના ગુણેની સરખામણી કરી, શું સારું અને શું નરસું? એ સમજી લઈ પોતાના જીવનને પણ ઉત્તમ બનાવવા પ્રયત્ન આદરે છે. આ નિયમ પ્રમાણે