________________ આદર્શ મુનિ. રાખે છે. એમના અનેક શિખે છે, જેઓ પિતાના આદર્શ ગુરૂના જીવન જેવું જીવન જીવવા નિશદિન પ્રયત્નશીલ છે. આ શિષ્યગણમાંના એક શિષ્યની કૃપાદ્રષ્ટિથી આ બધી સામગ્રી મળી છે કે જેના આધારે આજીવનચરિત્ર જવામાં આવ્યું છે. આ ગ્રંથનાં આખર ભાગમાં કેટલાક પરિશિષ્ટ આપવામાં આવ્યા છે જેમાંના એકનું મથાળું “વેદાદિ ગ્રંથાથી જૈનધર્મની પ્રાચીનતા” છે. આ વિષયમાં લેખકને અને મારે મતભેદ છે, પરંતુ મતભેદનાં સવિસ્તર કારણે અહીં આપવાની આવશ્યકતા નથી. કેમકે એ વિષય એકતા પરિશિષ્ટ રૂપે છે અને બીજું, પુસ્તકના બીજા વિષયો સાથે એને ઝાઝે સંબંધ નથી. લેખકે પુસ્તકને ઉપયેગી, શિક્ષાપ્રદ અને આકર્ષક તથા રૂચિકર બનાવવામાં પિતાથી બનતું બધું કર્યું છે. પુસ્તકની ભાષા સરળ, સુબોધ અને મુખ્યત્વે શુદ્ધ છે. મારી અભિલાષા છે કે એને પ્રચાર જૈન સમાજમાં સારી રીતે થશે અને તેનો અભ્યાસ કરવાથી બધા મનુષ્યને લાભ થશે. કન્સોમલ એમ. એ. - સેશન જજ, ઘેલપુર સ્ટેટ. ملح