________________ :~- ~~-~~~-~~~-~~-~~~^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^ ~~~~ ~~~~~ >આદર્શ મુનિ તેમના પિતાશ્રી દેવક પામ્યા. સંવત ૧૫૧માં એમનાં માતુશ્રીની સંમતિ મેળવી મુનિશ્રી હિરાલાલજી પાસે દીક્ષા લીધી. અત્યારે એમની ઉંમર ચેપન વર્ષની છે. એઓશ્રીનાં આગ્રા તથા ધોલપુરમાં દર્શન કરવા હું ભાગ્યશાળી થયે હતા. એમનાં કેટલાંક વ્યાખ્યાને પણ મેં સાંભળ્યાં છે, અને હું કહી શકું છું કે એમની વફ્તત્વ શક્તિ ઘણી પ્રભાવશાળી છે, એમનાં વ્યાખ્યામાં વિચારપૂર્ણતા, સંપૂર્ણ સત્ય અને નિર્ભયતા દષ્ટિગોચર થાય છે. એઓશ્રીના વિચાર ઉમદા છે, અને વ્યાખ્યાનમાં પણ કોઈ દિવસ કોઇના પણ ધર્મ કે માન્યતા ઉપર આક્ષેપ કરતા નથી. ભાષણને આકર્ષક બનાવવા તેઓ વચ્ચે વચ્ચે લેકે, દેહરાઓ તથા ગજલે પણ ગાય છે. તેઓને ઘણોખરે સમય સત્ય સંશોધનમાં જાય છે. તેઓનો સંયમ પ્રશંસનીય છે. આત્મત્યાગની તેઓ સાક્ષાત મૂર્તિ છે. તેમણે અનેક ગ્રંથો રચ્યા છે, જે સર્વોપરી અને સદુપદેશી છે. આ ગ્રંથની સંપૂર્ણ વિગત છેલ્લા પાના પર આપવામાં આવી છે. એમણે જ્યાં જ્યાં પધરામણી કરી છે, ત્યાં ત્યાં પોતાના સદુપદેશથી ત્યાંના નરનારીઓમાં ધર્મભાવ જાગૃત કર્યો છે. કેટલેક ઠેકાણે જીવહિંસા બંધ કરાવી છે. અને સર્વ સામાન્ય મનુષ્યને સાચા પંથે પળવાને ઉપદેશ કર્યો છે. તેઓશ્રી જેવા તેવા વિદ્વાન નથી. અનેક સંસ્કૃત અને પ્રાકૃત ગ્રંથને તેમણે અભ્યાસ કર્યો છે. અને કેટલીક પ્રચલિત ભાષાઓમાં પારંગત છે. એઓશ્રીનો સ્વભાવ એટલે સરળ અને મૃદુ છે કે જે કઈ વ્યક્તિ તેમને મળે છે, તે તેમનામાં મુગ્ધ થાય છે અને તેમને વારંવાર મળવાની આકાંક્ષા