________________ 154 > આદર્શ મુનિ. કે ઉજજૈન જઈ હું જરૂર આને માટે પ્રયાસ કરીશ. આ ઉપરાંત બીજા પણ ઘણા ઉપકાર થયા. ત્યાં 10-12 મેચીઓનાં ઘર છે, તેમણે મહારાજશ્રીને ઉપદેશ સાંભળી માંસ-મદિરાનું સેવન ત્યજી દીધું. ઘણા જણ જૈનધર્મના તોથી પરિચિત થયા. કેટલાય જણ નવકાર મંત્ર, સામાયિક, પ્રતિકમણ વિગેરે શીખ્યા, અને ધમ-ધ્યાન કરવાને માટે તે લેકોએ પિતાનું એક ઉપાશ્રય પણ નક્કી કર્યું. સાયંકાળે તે લોકે તેજ સ્થળે મુહપત્તિ બાંધી સામાયિક પ્રતિકમણ વિગેરે કરવા લાગ્યા કે જે હજુ પણ ચાલે છે. દર વર્ષે સંવત્સરીને પિષધ પણ ત્યાંજ થાય છે. આ પ્રમાણે બીજી જાતના લોકોએ પણ અભક્ષ્ય વસ્તુઓને ત્યાગ કર્યો, જે હજુ પણ નિભાવી રહ્યા છે. ત્યાંથી વિહાર કરી મહારાજશ્રી સારા થઈ રાક્ષ્મી પધાર્યા. ત્યાં પણ તેમના ઉપદેશથી કેટલીય જાતિના લેકેએ અભક્ષ્ય આહારને ત્યાગ કર્યો. એક દેવી સન્મુખ જ્યાં દર વર્ષે પાડાનો વધ થતો હતો તે બંધ કરાવ્યા. ત્યાર પછી ત્યાંથી વિહાર કરી ગરૂડું થઈ મહારાજશ્રી પાટલા પધાર્યા. ત્યાં પણ તેમના ઉપદેશથી માહેશ્વરીઓમાં કેટલાંક વર્ષોથી થએલો કુસંપ નાબુદ થયે. ત્યાંથી વિહાર કરી જતી વખતે ત્યાંના જૈન તથા અજૈન તેમનાં વ્યાખ્યાનથી તૃપ્ત થયા નહિ. ત્યારબાદ મહારાજશ્રી વરિયા, કેસીથલ, રાયપુર અને મખણદા થઈ આમેટ પધાર્યા. આ સ્થાનમાં સારે ઉપકાર થયે. અરણેદાના ઠાકોર સાહેબ હિંમતસિંહજીએ જીવન પર્યત શિકાર કરવાને ત્યાગ કર્યો. અને કેસીથલના ઠાકોર સાહેબ શ્રીમાન પદ્ધસિંહજીએ વૈશાખ, શ્રાવણ તથા ભૂદવાના ત્રણ માસમાં શિકાર ન કરવાની પ્રતિજ્ઞા કરી. સાથે સાથે તેમના જ્યેષ્ઠ પુત્ર જવાનસિંહજીએ વિશાખ તથા ભાદરવામાં શિકાર કરવાનો ત્યાગ કર્યો.