________________ આદર્શ મુનિ. 153 પાટ મહોત્સવ થવાને છે, ત્યારે બાવીસ સંપ્રદાયના વિદ્વાન સંતો ત્યાં વિરાજમાન થશે, વળી તે વખતે ખૂબ ઉપકાર થવાને સંભવ છે. પૂજ્ય શ્રી લાલજી મહારાજને ગળે આ વાત ઉતરી ગઈ, અને તેમણે કહ્યું કે એમજ થવું જોઈએ. તે મુજબ પૂજ્યશ્રીએ મહારાજશ્રીને આજ્ઞા કરી કે તમે ત્યાં જાઓ. ત્યારે મહારાજશ્રીએ ઉત્તર આપ્યો કે આ અવસરને તે આપની ત્યાં આવશ્યકતા છે. આના પ્રત્યુત્તરમાં મહારાજશ્રીએ જણાવ્યું કે તમારૂં વ્યાખ્યાન અત્યંત પ્રભાવશાળી હોય છે. વળી જ્યાં એકપણ સ્થાનકવાસીનું નામ નિશાન પણ હેતું નથી, એવે સ્થળે પણ તમારા વ્યાખ્યાનમાં સેંકડે જૈનેતરે આવે છે, એટલું જ નહિ, પરંતુ તમારા કહેવાની અસર પણ તેમના ઉપર થાય છે, માટે તમે ગંગાપુર જાઓ. આ પ્રમાણેની આજ્ઞા થતાં મહારાજશ્રી 7-8 કેસને વિહાર કરી નિમચ તથા નિમ્બાહેડા થઈ ગંગાપુર પધાર્યા. ત્યાં બીચ બજારમાં ઉતર્યા અને પ્રાતઃકાલે તથા સાયંકાળે ત્યાં જ વ્યાખ્યાન આપવા લાગ્યા. શ્રેતાઓથી ચોતરફના રસ્તા એટલા ચિકાર ભરાઈ જતા કે લેકે એક ઠેકાણેથી બીજે ઠેકાણે જઈ શકતા નહી. એજ દિવસમાં ઉજ્જૈનથી સરસુબા બાલમુકુન્દજી ભૈયા સાહેબ રાજ્યકારણ નિમિત્તે મુસાફરીમાં ત્યાં આવ્યા હતા. તે એક દિવસ મહારાજશ્રીને દર્શને આવ્યા. દર્શન કરી ખૂબ આનંદ દર્શાવ્યા. મહારાજશ્રીએ તેમને કહ્યું, “તમે તે અધિકારી છે. એટલે વાણી દ્વારા પણ ખૂબ ઉપકાર કરી પુણ્ય ઉપાર્જન કરી શકે છે. ઉજજનના પરગણામાં જેટલાં દેવ દેવીઓના ધામ છે, તેમાં જે હિંસા થાય, તે. જે બંધ કરાવી દે તે બહુ સારું થાય.” આ સાંભળી તેમણે વચન આપ્યું