________________ 139 આદશ મુનિ.” વિચાર કરતાં પોતાના કાનમાં પહેરેલી નાની વાળીઓ યાદ આવી અને તે વેચી નાખવાનો વિચાર કર્યા. પરંતુ પોતે નાની અવસ્થાના હોવાથી કોઈ શરાફ તે લેશે નહિ, એમ વિચાર આવતાં અનેક પ્રકારના સંક૯પવિકલપ થવા લાગ્યા. આખરે કંઈ પણ સાધનની જોગવાઈ ન થતાં ભારે મુશ્કેલીથી તે ઉદયપુર પહોંચ્યા અને ત્યાં મહારાજશ્રીને સઘળી ઘટના કહી સંભળાવી. તે સાંભળી મહારાજશ્રીએ કહ્યું કે સંસારમાં ફસાયા. છતાં, તેમાંથી પાછા નીકળી આવનાર એવી તમારી ભાવના ઘણી ઉચ્ચ કોટીની છે. પછી મહારાજશ્રી ત્યાંથી વિહાર કરી ચીન્તડ ગયા. ચિન્તાડ આવી મહારાજશ્રીએ પ્યારચંદને ફરીથી આજ્ઞા લેવા મોકલ્યા. તે મુજબ જ્યારે તે ત્યાં ગયા ત્યારે તેમના સ્વજનોએ કરીથી પાછા તેમને સંસારજાળમાં ફસાવવા યત્ન કરવા માંડ્યા. પરંતુ આ વખતે તો તે પોતાની લીધેલી પ્રતિજ્ઞાથી ચલિત થયા નહિ. ઉલટ પિતાનાં સઘળા સંબંધીઓને સ્પષ્ટ શબ્દોમાં સંભળાવી દીધું કે “હવે હું સંસારની માયાજાળમાં ફરીથી ફસાવાનો નથી, તેથી કૃપા કરી તમે બધાં મને વિશેષ દબાણ ન કરો.” દાદીમા તથા ભાઈએ ઘણુજ કરૂણાજનક શબ્દથી સમજાવવા માંડયા. પરંતુ તેમણે તે તરફ દુલ ક્ષ કર્યું, તેથી આખરે તેમને આજ્ઞાપત્ર લખી આપવું પડયું. આજ્ઞાપત્ર તથા પિતાનાં દાદીમા વગેરેને સાથે લઈ તે ચિતોડ આવ્યાં ત્યાં શ્રીસંઘે ભારે ધામધુમ સાથે સંવત ૧૯૬૮ના ફાગણ સુદ પાંચમે દીક્ષા અપાવી. દીક્ષા તથા આજ્ઞા અપાવવામાં શ્રી સંઘે પણ પ્રશંસનીય પરિશ્રમ ઉઠાવ્યો હતો. શ્રીમાન જીવનસિંહજી હાકેમ સાહેબે રાજ્ય તરફથી પૂરેપૂરી સહાયતા કરી એક યુરોપિયન ગૃહસ્થ ટેલર સાહેબે તથા શ્રી જૈનસંઘે તથા અજેનોએ