________________ 138 > આદર્શ મુનિ. કેવી ઉજજવળ ભાવના! કેવો ઉમદા ત્યાગ ! વિરક્તિનું કેવું મૂર્તિમંત સ્વરૂપ! મહારાજશ્રીના અતિ અલ્પ સહવાસ માત્રે યારચંદજીના હૃદયમાં કેવું પરિવર્તન કર્યું ! તથા માર્ગમાં વિપ્ન આવતાં કઈ માતા દ્વારા તેમને સહાય મળી ! નિષ્કામ સેવાભાવનું આ કેવું તાદશ ઉદાહરણ છે! વાસ્તવિક રીતે એમ છે કે જેને જેવી લગની લાગે છે તેને ઈશ્વર તે માટે સઘળું અનુકુળ કરી આપે છે. આ સ્થળે જેવી રીતે અમે મુક્તકંઠે પ્યારચંદજીની પ્રસંશા કરી છે તેવી જ રીતે તે માતેશ્વરી કે જેમણે તેમનો પંથ નિર્કંટક કર્યો તેમને પણ ધન્યવાદ દેવાનું અમે વિસરી શકતા નથી. ખરી વાત તો એ છે કે પ્યારચંદજીનું શ્રેય તે માતાને જ આભારી છે. હીરાબાઈ જૈન સિદ્ધાંતોથી પરિચિત તથા તત્વજ્ઞ છે. તેમણે ધર્મકાર્યોમાં ખુબ આર્થિક સહાય કરી છે. વળી એ જાણવું આવશ્યક છે કે ગરીબ તથા નિરાધારોની સેવામાં એક રીતે તેમણે પિતાનું જીવન સમર્પણ કર્યું છે. તેમનું લક્ષ્યબિંદુહમેશાં ધાર્મિક કાર્યો તરફ જ હોય છે. ચંપાલાલજી તથા પ્યારચંદજીને દીક્ષા આપવામાં આ માતાએ સંપૂર્ણ સાથ આપ્યો હતો અને તેથી તે બંને સજજનો તેમનાં અત્યંત ત્રાણી છે. પિતાના મનોરથ સફળ થતા જોઈ મારચંદ ત્યાંથી ચિતેંડ ગયા, તે ત્યાં માલુમ પડયું કે મહારાજશ્રી તો હજી ઉદયપુરમાં જ છે. પરંતુ પેલી દયાની દેવી પાસેથી તો તેમણે ચિત્તોડ સુધી પહોંચી શકાય એટલું જ દ્રવ્ય લીધું હતું. હવે તેમની પાસે મહારાજશ્રીની સેવામાં હાજર થવા પ્રયાણ કરી શકે તે માટે બીલકુલ પૈસા નહતા. વળી અહીં પોતાનું કોઈ ઓળખાણ પિછાનવાળું પણ નહોતું. તેથી વિચાર કર્યો કે હવે કેમ કરી ઉદયપુર પહોંચી જવું? આમ