________________ ~~~~~~~~~~~~~~~~~^^^^^^^^^^^^^^^^^^^^ આદર્શ મુનિ. 137 તમે તમારા કુટુંબીજન, દાદીમા તથા ભાઈ પાસેથી આજ્ઞાપત્ર લખાવી લાવે. “જેવી આજ્ઞા” એમ કહી પ્યારચંદે પિતાના ગામ તરફનો રસ્તો પકડ્યો. ત્યાં જઈ પોતાની અંતરછા દાદીમા પાસે પ્રગટ કરી. તે વખતે તે ધાના સુતે, રતલામ) માં હતી. વિરાગ્ય તરફ તેમની વૃત્તિ વધતી જતી જોઈ સગાંસંબંધીઓ વિચાર કરવા લાગ્યા અને તેમને વૈરાગ્યમાંથી યુત કરવાને અનેક યુક્તિ પ્રયુક્તિઓ રચવા લાગ્યાં. આમાં સગાંસંબંધીઓ વિજયી નીવડયાં અને પ્રારચંદની વૃત્તિ ગૃહસ્થાશ્રમ તરફ ઢળી પડી. પરંતુ બે ચાર દિવસ પછી ફરીથી તેમની વૃત્તિ વૈરાગ્ય તરફ વળી. આમ થતાં પોતાની દાદી તથા સગાંસંબંધીઓ પાસે રતલામ ડી ખરીદી કરવા જવાનું બહાનું કાઢી તેમણે આપણા ચરિત્રનાયક પાસે આવવાને દૃઢ નિશ્ચય કર્યો. પરંતુ જ્યારે તે રતલામ આવ્યા ત્યારે મહારાજશ્રી પાસે પહોંચવાને માટે તેમની પાસે કંઈ પણ આર્થિક સાધન નહોતું. તેથી તમાકુવાલા શ્રીયુત ધૂલચંદજી અગ્રવાલનાં માતુશ્રીએ તેમને રેલ્વેભાડું તથા અન્ય માર્ગ ખર્ચ વિગેરે આપી મહારાજશ્રીની સેવાને અંગીકાર કરવાનો ઉપદેશ આપી મોકલ્યા. આ પ્રમાણે હીરાબાઈની મારફતે પિતાની અભિલાષા સફળ થતી જોઈ ખારચંદજીને ખૂબ આનંદ તથા સંતોષ થયો, અને મહારાજશ્રીની સેવામાં ઉપસ્થિત થવાને ત્યાંથી પ્રયાણ કર્યું. આ પ્રમાણે એક રીતે તે તેમને માર્ગ નિષ્કટક બને. “આટલે અનહદ ઉપકાર કઈ ઉદાર વિદુષીએ કર્યો છે? મારા વૈરાગ્યપથમાં તેણે મને સહાય કરી છે? મારા જીવનનું વૈરાગ્યનું ઝરણું કેણે વહેતું રાખ્યું છે?” આવા વિચાર પ્યારચંદજીના અંતરમાં ઉદ્દભવવા લાગ્યા, અને અંતરથી પિલી ઉદાર માતાને ધન્યવાદ આપવા લાગ્યા. પ્રિય વાંચકો!