________________ 136 - 5 >આદર્શ મુનિ. પ્રેમપૂર્વક સેવા કરી. વ્યાખ્યાન સાંભળતાં શ્રેતાઓને એટલો રસ પડતો કે તેઓ સઘળા ચિત્રવત બેઠા રહેતા તેમનું વકતૃત્વ મનહર તથા ચિત્તાકર્ષક હોવાને લીધે સામાન્ય મનુષ્યોને પણ સમજવામાં મુશ્કેલી પડતી નહિ અને તેથી લોકોને વિશેષ આનંદ થતો. ત્યાંની જનતા, મહારાજશ્રી ત્યાંથી વિહાર કરી જાય એવું ઈચ્છતી નહોતી. પરંતુ, મુનિ અપ્રતિબદ્ધ હોય છે. અને ચાતુર્માસ સંપૂર્ણ થતાં તે સ્થાનમાં વિશેષ રોકાઈ શકતા નથી. તેથી ચાતુર્માસના સમય દરમ્યાન કેટલાય શ્રાવકને જૈન તનું રહસ્ય સમજાવ્યું અને અન્ય શ્રાવક-શ્રાવિકાઓને દ્વાદશ વ્રત લેવડાવ્યું. આવા અનેક ઉલ્લેખનીય ઉપકારે મહારાજશ્રીએ કર્યા, પરંતુ પુસ્તકનું કદ વધી જવાના ભયથી તે સઘળાનો ઉલ્લેખ અહીં કરી શકાય એમ નથી. આ ચાતુર્માસમાં ચંપાલાલ તાલવાળાએ દીક્ષા લેવાની ઈચ્છા પ્રગટ કરી આ સાંભળી મહારાજશ્રીએ તેને સમજાવ્યું કે એ જીવનમાં તો કેટલાંય કટ (પરિષહો) સહન કરવો પડશે. સંયમ રાખવો પડશે. દશ યતિ ધર્મ તરફ વિશેષ લક્ષ આપવું પડશે, ઈત્યાદિ, આખરે સંવત ૧૯૬૯ના માર્ગશીર્ષ વદ ચોથને દિવસે રતલામ શ્રીસંઘ તરફથી ભારે ધામધુમ સાથે ચંપાલાલજીને દીક્ષા આપવામાં આવી, રતલામનિવાસી પુનમચંદજી બોથરાના સુપુત્ર પ્યારચંદજી પણ દીક્ષા લેવાને તૈયાર થયા. પરંતુ પોતે મનમાં વિચાર કર્યો કે પહેલાં સાધુવ્રતની સાધના કરવી જોઈએ કે જેથી ભવિધ્યમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી પડે નહિં. આવા વિચારથી મારચંદજી મહારાજશ્રી સાથે રસ્તામાં અનેક વિટંબણાઓ સહન કરતા ઉદયપુર સુધી ગયા. આ જોઈ મહારાજશ્રીએ પ્યારચંદજીને કહ્યું કે ભાઈ, જે તમારી એમજ ઈચ્છા છે તે પછી