________________ 140. > આદર્શ મુનિ. સંવત ૧૯૬૯ના ચાતુર્માસ ચિત્તોડમાં કરવાની આગ્રહપૂર્વક વિનંતિ કરી. આનો કંઈપણ નિશ્ચિત પ્રત્યુત્તર આપ્યા શિવાય મહારાજશ્રી ત્યાંથી વિહાર કરી નિમ્બાહેડા પધાર્યા. તે વખતે ચિતૈડથી શ્રીસંઘ તથા માહેશ્વરી બ્રાહ્મણ આદિ એક ડેપ્યુટેશન (પ્રતિનિધિમંડળ) લઈ ત્યાં આવ્યા અને ચાતુર્માસ માટે અત્યંત આગ્રહ કર્યો. આ પ્રમાણે મહારાજશ્રી પાસે વિજ્ઞપ્તિનો સ્વીકાર કરાવી ડેપ્યુટેશન (પ્રતિનિધિમંડળ) ના સદગૃહસ્થ પ્રસન્નવદને ચિતૈડ પાછા ગયા.