________________ ^^^ ^^^^^ ^^^^^^^^ ^^^^^^^^^^^^^^ ^^ ^ **** =>આદર્શ મુનિ પ્રકરણ ૨૧મું. SMS ANN News સંવત 1967, બડી સાદડી મેવાડ) દીક્ષા અને ધર્મવૃદ્ધિ, SEEDરજૂથી વિહાર કરી વચ્ચે આવતાં કેટલાંક ગામમાં ઉપદેશ કરતા કરતા મહારાજશ્રી યંગ્ય સમયે બડી સાદડી પહોંચી ગયા, અને સંવત 1967 ને ચાતુર્માસ ત્યાં કર્યો. તે પ્રસંગે ધર્મની સારી રીતે વૃદ્ધિ થઈ ઉદયપુર નિવાસી કૃષ્ણલાલ બ્રાહ્મણ જે વૈરાગ્યભાવમાં હતા, તેમને સંવત ૧૯૬૭ના ભાદરવા સુદ 5 ને શુભ દિને દીક્ષા આપી. ત્યારબાદ ચાતુર્માસ સમાપ્ત થતાં તેઓશ્રી ત્યાંથી વિહાર કરી ગુરૂવરનાં દર્શન કરી, ભદેસર, નિમ્બાહેડા તથા નીમચ થઈ સંજીત પધાર્યા. આ સઘળાં ગામમાં ધર્મનો સારે પ્રચાર કર્યો. ત્યાંથી સીતામઉ ગયા, ત્યાં પણ જાહેર ઉપદેશ કર્યો, અને તેમાં જૈન તથા જૈનેતર જનતાએ ઠીક રસ લીધે. ત્યાંથી મહારાજશ્રી વિહાર કરતા લઘુણે, માનપુર, તાલ આદિ કેટલાંક ગામમાં થઈ પંચેડ પધાર્યા અને ત્યાંથી વિડાર કરી શિવગઢ પધાર્યા. * મહારાજશ્રીનો એવો હૃદયંગમ તથા ઉદાર ઉપદેશ છે કે જેને લીધે બ્રાહ્મણ સુદ્ધાં પણ તેમને હાથે દીક્ષિત થઇ ચુક્યા છે અને થાય છે.