________________ આદર્શ મુનિ. 133 દીક્ષા અપાઈ. તેઓ અતિશય દયાળુ તથા ધર્મજ્ઞ છે. તેમની મારફતે અનેક સુકૃત્ય થયાં છે અને થાય છે. ધર્મને માટે તેઓ સદા તન, મન, ધન ફના કરવા તત્પર રહે છે અને પ્રત્યેક સાધુ મુનિજન તેમની સંમતિ લે છે. આપણું ચરિત્રનાયકના પણ તેઓ સાચા સલાહકાર છે. શ્રીયુત પન્નાલાલજી ખારીવર પણ હમેશાં ધર્માથે સારે પરિશ્રમ લે છે. તેઓ સાચા ધર્મનિષ્ઠ અને તત્ત્વવેત્તા છે. પ્રત્યેક ધાર્મિક કાર્યમાં તેઓ અત્યંત ઉત્સાહ સાથે પરિશ્રમ વેઠી સહાયતા કરે છે. જાવરા શ્રીસંઘ, પૂજ્યશ્રી મુન્નાલાલજી મહારાજના સંપ્રદાયના સાધુઓ પ્રત્યે પિતાનો અનહદ પ્રેમ પ્રદર્શિત કરે છે. સંવત ૧૯૬૬ના વિજયાદશમીના શુભ દિને જાવરા શ્રીસંઘે મહારાજશ્રીનાં પત્નીને ભારે ધામધુમથી દીક્ષા અપાવી. શ્રીમતી સાધ્વીજી અલ્પ સમયમાં જ જૈન ધર્મના સિદ્ધાથી પરિચિત થઈ ગયાં. તેમણે તેમના જીવનમાં કેટલાય ઉપવાસ, છઠ, આઠમ, ચાર ઉપવાસ, પાંચ ઉપવાસ આદિ નિરાહાર તપ કર્યો, અને આ પ્રમાણે ધર્મ પાલન કરતાં કરતાં સંવત ૧૯૭૨ના શ્રાવણ સુદ દશમે પલેકવાસી થયાં. જાવરાના આનંદદાયી ચાતુર્માસની પૂર્ણાહુતી થતાં આપણા ચરિત્રનાયક ત્યાંથી વિહાર કરી કરન્ પધાર્યા. ત્યાં શ્રીમાન શેઠ પન્નાલાલજી કરજૂવાલા તરફથી દીક્ષા માટે અત્યાગ્રહ થતાં સંવત ૧૯૬૬ના માગશર સુદ દશમે બન્ને યુવાનને દીક્ષા આપવામાં આવી.