________________ ~~~~~~~~~~~~~~~~~ આદર્શ મુનિ 117 વિહાર કરી પંચેડ ગયા. ત્યાં મહારાશ્રી બે વખત વ્યાખ્યાન કરતા તથા શાસ્ત્રો વાંચતા. પંચેડ નિવાસીઓને તેમના સુભાગ્યે તથા પુણ્યોદયથી આવો અણમૂલ અવસર પ્રાપ્ત થયો હતો. વ્યાખ્યાનમાં પુષ્કળ લેકો આવતા. ત્યાંના ઠાકોર સાહેબ રઘુનાથસિંહજી તથા તેમના સુગ્મબંધુ ચેનસિંહજી જૈનધર્મ વિષે આ વખતે પહેલી જ વાર મહારાજશ્રી દ્વારા પરિચિત થયા. તેમના ઉપર મુનિમહારાજનાં વ્યાખ્યાનો તથા સદુપદેશનો એ સુંદર પ્રભાવ પડે કે તેમણે કેટલાંક જાનવરની હિંસા ન કરવાની પ્રતિજ્ઞા લીધી. પંચેડના ઠાકોર સાહેબને જૈન સાધુ સાથે પ્રથમ પરિચય મહારાજશ્રીની સાથે થયા હતા, અને તેમના ઉપદેશામૃતનો તેમના ઉપર આવો આબેહુબ પ્રભાવ પડ્યો. ત્યારથી તેમની જૈનધર્મ તથા જૈન સાધુઓમાં ખૂબ શ્રદ્ધા બેઠી. આ પ્રમાણે આ વર્ષે પણ રતલામના ચાતુર્માસ દરમ્યાન અગણિત ત્યાગ–પચખાણ થયાં. ત્યાંથી નીમચ, જાવદ, તથા કણેરે થઈ બેગમ પધાર્યા. આ સઘળાં સ્થાન ઉપર પણ ખુબ ધર્મ-પ્રચાર તથા ત્યાગ પચખાણ થયાં. અનેક માંસાહારીઓએ માંસનો ત્યાગ કર્યો, મદ્યપાન છોડયું, તથા ધર્મપ્રેમી બન્યા. પછી ત્યાંથી વિહાર કરી કેટલાક શ્રાવકોની સાથે માંડલગઢ જતા હતા. તે વખતે રસ્તામાં ત્યાંથી આવનારા લોકોએ તેમને કહ્યું નંધ:-પૂજય શ્રી લાલજી મહારાજના જીવન ચરિત્રમાં એ ઉલ્લેખ છે કે તેમણે સંવત ૧૯૬૧ના ચાતુર્માસ રતલામમાં કર્યો હતો.” પણ એમ નથી. તે વર્ષે તેમને ચાતુર્માસ જોધપુરમાં થયો હતો. સં. ૧૯૬૧માં તો આપણા ચરિત્રનાયકનોજ ચાતુર્માસ રતલામમાં થો હતો.