________________ >આદર્શ યુનિ. ^ ^ ^ ^ ^ ^ ^ ^ ^ ^ ^ ^ ^ ^ ^ ^ ^ ^ મ - - - - - - - - - - - - - - - - - તરફથી તમને કંઈ ડર-ધાસ્તી જેવું લાગતું હોય તે હું બીજે ચાલી જઉં,ઈત્યાદિ.” આ પ્રમાણે ખૂબ દઢતાપૂર્વક પિતાના ક્ષણભંગુર શરીરનો ત્યાગ કર્યો. આ સાંભળી મહારાજશ્રીએ કહ્યું કે મારી એટલી જ ભાવના છે કે સ્વર્ગસ્થના આત્માને જલદી મોક્ષ મળે. ત્યારબાદ ૧૯૬રના ચાતુર્માસ માટે તેઓ રતલામ પધાર્યા. તેમનું સ્વાગત કરવાને નગર બહાર સેંકડે નગરજનો એકત્ર થયાં હતાં. એ દશ્ય જોવા જેવું હતું. તે વખતે શ્રાવકમાં સંપ સારે હતો. તેથી ધર્મ, ધ્યાન, ત્યાગ તથા પચખાણ સારી રીતે થયાં, તે ક્ષમાપનામાં યોગ્ય સમયે પ્રગટ થઈ ગયાં છે. આજ ચાતુર્માસ દરમ્યાન મુંબઈ નિવાસી શ્રીવાડીલાલ મેતીલાલ શાહ તેમનાં દર્શનાર્થ રતલામ આવ્યા. કદીએ ઉપવાસ નહિ કરેલા પરંતુ મહારાજશ્રીને ઉપદેશથી તેમણે વ્રત કર્યા, અને મુંબઈ જઈ પિષધ કર્યો. આ ચાતુર્માસ દરમ્યાન રતલામ શ્રીસંઘે તેમની ભારે ભક્તિભાવથી તથા ઉત્સાહથી સેવા કરી. પરંતુ જ્યારે ત્યાં પ્લેગ ચાલુ થયો, અને દિનપ્રતિદિન તેને ઉપદ્રવ વધવા લાગે, ત્યારે શ્રીસંઘે મહારાશ્રીને વિનંતિ કરી કે બધા શ્રાવકે અહીંથી ચાલ્યા જાય છે. માટે આપ પણ અત્રેથી વિહાર કરી જાવ. આ બાબતમાં સ્વામી ભૈરવ જાષિજીએ પણ મહારાજશ્રીને કહ્યું કે પહેલા આપ અહીંથી વિહાર કરી જાવ, ત્યાર પછી અમે જઈશું, કેમકે જે અમે પહેલા વિહાર કરી જઈએ તો લેકે વિરોધ કરે. અને એમ કહે કે નાની ઉંમરના ચોથમલજી મહારાજ તે હજુ અહીં વિરાજે છે, ત્યારે વૃદ્ધાવસ્થાવાળા અહીંથી વિહાર કરી ગયા. તેથી મહારાજશ્રી રતલામથી રાત્રે ઉપાશ્રયાદિ કોઈ એકાન્ત ધર્મસ્થાનમાં વિશ્રામ લેવો.